
નવસારીમાં પૂજ્ય મોરારીબાપુ માતાજીની અષ્ટમીને હવનાષ્ટમી કહે છે
- Local News
- March 29, 2023
- No Comment
પૂજ્ય મોરારીબાપુ દ્વારા આવતીકાલનો રામ જન્મ મહોત્સવ રંગે ચંગે આનંદે ઉમંગે દરેક હૈયામાં દરેક ઘરે અને અત્ર તત્ર સર્વત્ર થાય મારા રામનો જન્મોત્સવ કરજો એમ કહેતા મોરારીબાપુ રડી પડ્યા
રામ નામ લેતા અન્યનું શોષણ નહીં પણ પોષણ થાય તો જ રામ નામ સાર્થક થશે આપણી વિચારધારા શત્રુનાશની નથી પરંતુ શત્રુતાના નાશની છે દુશ્મન નહીં પરંતુ દુશ્મની અને વેરસોમાં થવા જોઈએ રામાયણ ગાથા ને આગળ ધપાવતા બુલેટ ગતિએ બાપુએ જણાવ્યું કે વિશ્વામિત્ર નો યજ્ઞ તાડકા સુર અને રાક્ષસો યજ્ઞમાં બાધા બને અને વિશ્વામિત્ર ને સંકેત થયો કે અયોધ્યાના રાજકુમાર બંધુ બેલડી મારા યજ્ઞને સુરક્ષિત રાખશે અને પૂર્ણાહુતિ સુધી કોઈ વિઘ્નઆવવા દેશે નહીં આમ ઋષિ વિશ્વામિત્ર અયોધ્યા પહોંચી રાજા દશરથને વિનવણી કરી કે તમારા રામ અને લક્ષ્મણ રાજકુમારોને અમારી યજ્ઞ રક્ષા માટે મોકલો પોતાના લાડકવાયા દીકરાને આમ એકદમ મોકલી આપવા દશરથ ને મૂંઝવણ થઈ પરંતુ વશિષ્ઠ ઋષિએ દરમિયાનગીરી કરી સમજ આપી કે આપણો ધર્મ અને કર્મ છે તે વેદ યજ્ઞ શાસ્ત્ર સુરક્ષિત રહે આપણી સંસ્કૃતિ સુરક્ષિત રહે આથી રામ માતા પિતાની આજ્ઞા લઈ લક્ષ્મણ જોડે વિશ્વામિત્ર ઋષિના આશ્રમમાં યજ્ઞ રક્ષા માટે પહોંચ્યા આકાશમાં તાડકા સુર નો વધ ભગવાન રામ દ્વારા થયો અને યજ્ઞ રક્ષા અને પુર્ણાહુતિ થયા
પૂજ્ય બાપુએ વધુમાં જણાવ્યું કે સદવિચારોની ભૂખ લાગે એટલે સમજવાનું કે અંતરાત્મા અંદરનો માહલો શુદ્ધ થઈ રહ્યો છે બળવાન બની રહ્યો છે યજ્ઞ દાન અને સત્કર્મ ત્રણ મહત્વના છે
કથા દરમિયાન પૂજ્ય બાપુએ જણાવ્યું કે કોરોના અહીં વકર્યો નથી પરંતુ આપણે સાવધાની રાખવાની છે આવતીકાલે પૂનમ હતી છે પણ ત્યાર પછી જરૂર પડે ત્યારે તમામ સાવચેતી આપણે રાખવી પડે તેમણે હસતા હસાવતા જણાવ્યું કે સોશિયલ ડિસ્ટન્સ તો મારી વ્યાસપીઠ જાળવેલું છે પણ જરૂર પડે તમે પણ જણાવજો અને માફ પણ કરજો બાપુની આ પ્રેમની અપીલ અપીલની અસર શોધાઈ હોય એમ લાગતું હતું.
પૂજ્ય બાપુએ ઉમેર્યું કે કથા સત ચરિત્રની હોય જ્યાં સુધી ભાવ ન હોય ત્યાં સુધી અનાથ પણ અનુભવાય છે બાપુએ બુલેટ ગતિએ રામ વનવાસ વાનરોની સાથે મુલાકાત સીતા અપહરણ આલિયા નો ઉદ્ધાર હનુમાનજીનું લંકાદહન વિભીષણને રાજપાઠ સોંપવું અને અયોધ્યા નગરીમાં પાછા ફરી સીધું કઈ કઈ ન મળવું કારણ એમને ગુનાહિત લાગણી હતી કે એને લઈને રામ લક્ષ્મણને દુઃખ પડ્યા પરંતુ રામને માટે તો ત્રણેય માતાઓ એક સરખી હતી ભગવાન રામે માતા કઈ કઈ સમજાવ્યું કે તમારે કારણે દુનિયામાં પ્રગટેલા અહમ અભિમાન દુષ્ટતા નો નાશ થઈ ગ થઈ ચૂક્યો છે વસુદેવ કુટુંબકમ ની લાગણી તરફ સમગ્ર જીવોનું કલ્યાણ થાય એના દ્વાર અને મહાદવાર ખુલી ચૂક્યા છે