
નવસારીમાં પૂજ્ય મોરારીબાપુની માનસ ગૌરી સ્તુતિ રામ કથાનો રામનવમી એ વિરામ
- Local News
- March 30, 2023
- No Comment
914 મી આ રામ કથાને આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે રાષ્ટ્રને અર્પણ કરતા મોરારીબાપુ
ભદ્ર માનવીઓથી રળિયાત સંસ્કાર નગરી નવસારીમાં પરમ પૂજ્ય મોરારીબાપુની 914મી રામકથા ગુડી પડવાન અને ઝૂલેલાલ જયંતિના શુભ મુરત માં શરૂ થઈ ચૈત્રી નવરાત્રી પ્રથમ દિનથી રામ નવમી સુધી નવમી નવરાત્રી આજે કથા ને વિરામ આપવામાં આવ્યો છે આજના દિવસે પણ હજારો ભાવિકો રામમય અને સંવેદનશીલ બન્યા હતા. કારણ મોરારીબાપુ જેવા વિશ્વ વંદનીય સંત અને કથા કાર નો સત્સંગ આજે પૂરો થઈ રહ્યો છે.
પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું કે ભગવાનમાં દેવ અને દેવી બંને રહેલા છે ભગવાનનું સ્વરૂપ જ અર્ધનારી નટેશ્વર છે રામ પણ દેવી જ છે રામકથા પણ દેવી જ છે રામ કરોડો કરોડો લોકોના દેવી છે રામકથા ગૌરી છે રામકથા કાલિકા છે જગદંબા છે મા દુર્ગા છે માનસ ગૌરી છે આજે માત્ર રામનવમી નથી પરંતુ આજે માનસ નવમી પણ છે.
ગઈકાલે રામકથા અને વિરામ અપાવ્યો પરંતુ કાગભુષંડી જેને શિવજીએ પ્રથમવાર કથા કરી એનો ગુણાનું વાદ કરવાનો છે શિવજી પાસે કથા સાંભળી સંપૂર્ણ રામમય બનેલા કાગભુષંડી શિવજી થી સવાયા બની ગયા હતા.
પૂજ્ય બાપુએ આખી દુનિયામાં કથા થઈ અન્યત્ર પણ સારી હતી પરંતુ અહીં સૌથી વિશેષ પ્રસન્નતા અનુભવું છું કે પ્રાચીન કૌશલ્ય રામની માતા હતી અને આ અર્વાચીન માતા કૌશલ્યા પ્રભુમલ લાલવાણી ની સંતાન ત્રિપુટી પ્રેમચંદ,શંકર અને જય કુમાર લાલવાણી અને પરિવાર તેમજ તમામ સાથીઓ સાથોસાથ અહીંના પત્રકારત્વ જગત પોલીસ બંદોબસ્ત તેમજ કાયદો વ્યવસ્થાની જાળવણી અને અહીંના સ્વયંસેવક ભાઈ બહેનોને પણ મારા પ્રણામ અહીંથી હું પ્રસન્નતાપૂર્વક વિદાય લઈ રહ્યો છું
આ સ્થાનેથી આ માધ્યમે થી ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવું છું કે રામલલાનો આજે જન્મદિન છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી ભુપેન્દ્ર દાદા સહિત સૌ આજે સંધ્યા કાળે પોતાની અનુકૂળતાએ બે દીવડા જરૂર પ્રગટાવે.
એક ભાઈએ કહ્યું ટીવીમાંથી કથા જોઉં છું પણ જમવાનું થાળ નીકળતો નથી એ ભાઈને મારે કહેવાનું છે કે ટીવીમાંથી મહા થાળ એવો મોહનથાળ નીકળે છે અને એ મોહનથાળ એમ કહે છે મોહને ટાળ એટલે જ મોહનથાળ
રામ કથા સાથે સાથે
• શ્રદ્ધાનો કોઈ જ વિકલ્પ નથી
• શબ્દો સાથે શક્તિ અને પવિત્રતા સંયુક્ત હોવા જોઈએ
• રામાયણ વિશ્વનો અદભુત ગ્રંથ શિરોમણી છે જ્યાં ત્યાગ પ્રેમ કરુણા સેવાનો મહિમા છે
• રામનવમી એટલે ઈર્ષા મોહ શંકા જીદ મમત્વ નિંદા અહંકાર ની આહુતિ
• રામકથા જ જીવનમાં સુંદર બનવાની પાપા પગલી છે
આખી દુનિયામાં રામ કથાઓ કરી પરંતુ અહીં વિશેષ પ્રસન્નતા અનુભવું છું