111 વર્ષ પછી ગુજરાતના બીલીમોરા અને વઘઇ વચ્ચે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન દોડશે

111 વર્ષ પછી ગુજરાતના બીલીમોરા અને વઘઇ વચ્ચે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન દોડશે

ગુજરાતના બીલીમોરા અને વઘઇ વચ્ચે હાઇડ્રોજન ટ્રેન ચાલુ કરવામાં આવશે. આ ટ્રેન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાંગ જીલ્લાના આદિવાસી લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.

બાપુ કી ગાડી તરીકે જાણીતી બીલીમોરા-વઘઇ
હાઈડ્રોજન ટ્રેન બનશે
• હેરીટેજ સ્થળોની નેરોગેજ ટ્રેનોને હાઈડ્રોજન ટ્રેનોમાં
રૂપાંતરિત કરાશે
• દેશમાં પ્રવાસન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે નવો પ્રયોગ હાથ ધરાયો

ગુજરાતમાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન દોડવા જઈ રહી છે. ગુજરાતના બોલીમોરા અને વઘઇ વચ્ચે હાઇડ્રોજન ટ્રેન ચાલુ કરવામાં આવશે. આ ટ્રેન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાંગ જીલ્લાના આદિવાસી લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. જેમાં દક્ષિણ ગુજરાતના પ્રવાસ સ્થળો અને ત્યાંના વિસ્તારના વિકાસને પ્રોત્સાહનરુપ બની રહે છે.

આ સમયે કેન્દ્ર સરકારે અને રેલવે વિભાગે હાઇડ્રોજન ટ્રેન દોડતી કરવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનું નામ છે ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ’.જેમાં રેલવે વિભાગે પ્રવાસન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રેલવે હાઈડ્રોજન ટ્રેન ચલાવશે. જેમાં દેશના આઠ સ્થળો પૈકી ગુજરાતનું બોલીમોરા પણ સમાવેશ છે. ગુજરાતમાં હાઇડ્રોજન ટ્રેન બોલીમોરા અને વઘઇ નેરોગેજ લાઇન પર ચાલુ કરવામાં આવશે.

111 વર્ષ પહેલા ગુજરાતમાં હાઇડ્રોજન ટ્રેન દોડતી હતી 

વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડે 111 વર્ષ પહેલા નેરોગેજ લાઇન બિછાવીને હાઇડ્રોજન ટ્રેન વ્યવહારની શરૂઆત કરી હતી. પરંતુ સમયની સાથે લોકોમાં પરિવર્તન આવતા ગયા અને વાહન વ્યવહાર ઝડપી બન્યો હતો. જેના કારણે આ ટ્રેનનો ઉપયોગ ઓછો થતો ગયો હતો અને તેનો ખર્ચ નિકળતો ન હતો. જેના કારણે આ હાઇડ્રોજન ટ્રેનને બંધ કરવામાં આવી હતી. પરંતુ, 111 વર્ષ પછી ભારત સરકાર અને ખાસ કરીને રેલવે મંત્રાલય ધ્વારા ફરી એકવાર ગ્રીન એનર્જી વેગ આપવા તેમજ હાઇડ્રોજન ટ્રેન પાછી દોડવા જઈ રહી છે.


રેલવે મંત્રાલય ધ્વારા ગ્રીન એનર્જી વેગ તેમજ પ્રવાસન વેગ આપવા 8 રૂટ માથેરાન હિલ રેલવે, દાર્જિલિંગ હિમાલયન રેલવે, કાલકા શિમલા રેલવે, કાંગડા ઘાટી ,ગુજરાતમાં ( બિલમોરા – વઘઇ ), મહુ પાતાલપાની, નીલગીરી માઉન્ટેન રેલવે અને મારવાડ-દેવગઢ મદરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ખાસ કરીને રેલવે ધ્વારા દર વર્ષે 237 લાખ લીટર વધુ ડીઝલ વપરાશ કરીને ટ્રેન દેશ જુદા જુદા સ્થળોએ દોડાવવામાં આવી રહી છે જેને પગલે પ્રદુષણ વધારો અને ખર્ચ વધારો થઈ રહ્યો છે. જેમાં હાઇડ્રોજન ટ્રેન આવવાથી નોંધ પાત્ર ધટાડો થશે.


ગુજરાતમાં બીલીમોરા અને વઘઈ વચ્ચે દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન દોડવા જઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગેની જાહેરાત કરી છે. બાપુ કી ગાડી તરીકે જાણીતી બીલીમોરાથી વઘઇ જતી નેરોગેજ ટ્રેન વર્ષોથી દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ડાંગના આદિવાસી લોકો માટે જીવાદોરી સમાન રહી છે કે જે હવે આગામી સમયમાં હાઈડ્રોજન ટ્રેન તરીકે જાણીતી બનશે.
રેલ્વે મંત્રાલયે ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ પ્રોજેક્ટ શરૂ કર્યો રેલ્વે મંત્રાલયે દેશમાં હાઇડ્રોજન ટ્રેન માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનું નામ છે ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ.

આ પ્રોજેક્ટમાં પ્રવાસન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રેલવે વિભાગ દ્વારા હાઇડ્રોજન ટ્રેન ચલાવવામાં આવશે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં બિલિમોરા-વઘઈ રૂટ પર હાઈડ્રોજન ટ્રેન દોડશે. મહત્વનું છે કે રેલવે ઘણા વર્ષોથી ગ્રીન ડ્યૂલના રૂપમાં હાઈડ્રોજનનો ઉપયોગ કરવા પર કામ કરી રહ્યુ છે.

જેમાં હાઈડ્રોજનથી ચાલતા ખાસ એન્જિન બનાવવામાં આવી રહ્યા
છે.ડિસેમ્બર 2023 થી દેશમાં હાઇડ્રોજન ટ્રેનો દોડવાનું શરૂ થશે. તે પહેલા 8 હેરિટેજ રૂટ પર ચલાવવામાં આવશે વધુમાં દેશમાં પ્રવાસન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રેલવે આ હેરિટેજ રૂટ પર હાઇડ્રોજન ટ્રેન ચલાવી રહી છે.

રેલવેએ જણાવ્યું કે આ અંગે ટ્રેનોના એન્જિન અને કોચમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવશે કોચમાં પ્રોપલ્શન યુનિટ પણ લગાવવામાં આવશે.  આ સાથે તેમાં વિસ્ટાડોમ કોચ પણ લગાવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે 2 વર્ષમાં, દેશમાં સંપૂર્ણપણે હાઇડ્રોજન ટ્રેનો શરૂ થશે મહત્વનું છે કે રેલવે ઘણા વર્ષોથી ગ્રીન ફ્યૂલના રૂપમાં હાઈડ્રોજનનો ઉપયોગ કરવા પર કામ કરી રહ્યુ છે.

 

જેમાં હાઈડ્રોજનથી ચાલતા ખાસ એન્જિન બનાવવામાં આવી રહ્યા છે. હાઈડ્રોજન ફ્યૂલથી ચાલનારા એન્જિન દેખાશે તો સ્ટીમ એન્જિન જેવા જ અને તેમની ડિઝાઈન પણ એવી જ હશે પરંતુ તેને ચલાવવા માટે હાઈડ્રોજનનો ઉપયોગ કરાશે

વઘઇ બીલીમોરા વચ્ચે દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનની શરૂઆતની જાહેરાત કરાતાં વઘઇના સ્થાનિક લોકો અને વેપારી એસોસિએશને આ હાઈડ્રોજન ટ્રેન શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો હતો વધુમાં વેપારી એસોસિએશનન સહિત સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ ટ્રેન સ્થાનિક રહીશો અને રોજગારી માટે મુસાફરી કરતાં લોકો અને પ્રવાસીઓ માટે સાનુકૂળ રહેશે.

સ્થાનિક આદિવાસી સમુદાય, સ્થાનિક લોકો અને પ્રવાસીઓને આ ટ્રેન નો લાભ મળશે. બીલીમોરા વઘઈ વચ્ચે આ સ્પેશ્યલ દેશની પહેલી ટ્રેન ગુજરાતના બીલીમોરા થી વઘઇ હેરીટેજ ટ્રેન શરૂ કરાશે અને નવા અપડેટ સાથે જોવા મળશે જેને લઈને ડાંગ જિલ્લાના વેપારી સહિત સ્થાનિક લોકોને ખુબ આનંદ થઈ રહ્યો છે.

દેશમાં પ્રથમ અને એ પણ ગુજરાતમાં બીલીમોરા વઘઇ વચ્ચે આ હેરીટેજ ટ્રેન શરૂ કરવામાં આવતાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સહિત રેલ્વે મંત્રી, સંસદ, ધારાસભ્ય સહિત સ્થાનિક નેતાઓ નો વઘઇ વેપારી એસોસિએશને ખુબ ખુબ આભાર માન્યો હતો.

 

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *