
નવસારી જિલ્લા ભાજપ દ્વારા ૪૪ મા સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ
- Local News
- April 6, 2023
- No Comment
તારીખ ૬ એપ્રિલ ૧૯૮૦ ના રોજ બપોરે ૧.૦૦ કલાકે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી આજ સુધી ભારતીય જનતા પાર્ટી આ દિવસને સ્થાપના દિન તરીકે ઉજવે છે.
આજના સ્થાપના દિન નિમિત્તે કમલમ ભાજપ કાર્યાલય નવસારી ખાતે સવારે 9.00 કલાકે નવસારી જિલ્લા અધ્યક્ષ ભૂરાભાઈ શાહ ની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓ સાથે કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના ધ્વજને ફરકાવવામાં આવ્યો. આ પ્રસંગે તેઓ દ્વારા પક્ષની સ્થાપના થી લઈ આજ દિન સુધી પક્ષની વિકાસ યાત્રા નું વર્ણન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓની અથાગ મહેનત અને પરિશ્રમથી પાર્ટીનું શૂન્ય માંથી સર્જન થઈ આજ વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે તે માટે સહુ કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમને બિરદાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ સવારે વિશ્વ નેતા તેમજ આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર કાર્યકર્તાઓ સમક્ષ લાઈવ માધ્યમથી વક્તવ્ય આપ્યું હતું તેમણે પણ પાર્ટીના ૫૦ વર્ષ થાય અને દેશની આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થાય તેની ભવ્ય ઉજવણીની હમણાંથી જ તૈયારીઓમાં લાગી ભારત માતાને પરમ વૈભવ પર કેવી રીતે પહોંચાડવા અને સમગ્ર નાગરિકોની સુખાકારી કેવી રીતે સારી કરી શકાય તે માટે પ્રયાસ કરવા જણાવ્યું હતું.
સમગ્ર જિલ્લા ના પ્રત્યેક મંડળ માં પ્રધાનમંત્રી મોદીનું વક્તવ્ય તથા પાર્ટીના ધ્વજનું અનાવરણ કરી સહુનું મોઢું મીઠું કરાવી આ પર્વને ઉજવવામાં આવ્યો હતો. આ અઠવાડિયાને “સુશાસન વિક” તરીકે ઉજવવામાં આવશે
કાર્યાલય ખાતે આદરણીય પ્રમુખ ભૂરાભાઈ શાહ સાથે મહામંત્રી અશ્વિનભાઈ પટેલ,જીજ્ઞેશ નાયક,માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ, પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.