
ગોધરાકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: આજીવન કેદની સજા કાપી રહેલા 8 દોષિતોને આપ્યા જામીન
- Uncategorized
- April 21, 2023
- No Comment
ગોધરાકાંડ કેસમાં 2002માં સાબરમતી એક્સપ્રેસને આગ લગાવનારા 8 દોષિતોના જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કરી દીધા છે. જ્યારે સુપ્રીમ કોર્ટે અન્ય 4 દોષિતોને જામીન આપવા ઈન્કાર કર્યો છે. આજીવન કેદની સજા કાપતા 8 દોષિતોને જામીન મળી ચૂક્યાં છે. તમામ દોષિતો 17થી 20 વર્ષ સુધીની સજા કાપી ચૂક્યાં છે. દોષિતોની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે મુખ્ય ન્યાયાધીશની કોર્ટે કહ્યું કે, ‘મૃત્યુદંડની સજા પામેલા ચાર દોષિતોને છોડી બાકીનાને જામીન આપ્યા છે.’
SC grants bail to 8 convicts in Godhara train coach-burning case
Read @ANI Story | https://t.co/1QLR3p0eZJ#SupremeCourt #Delhi #GodharaTrainCoachBurning #Gujarat pic.twitter.com/gfqYGRCCNz
— ANI Digital (@ani_digital) April 21, 2023
વર્ષ 2002માં સાબરમતી એક્સપ્રેસમાં ગોધરા ખાતે આગચંપી કરાઇ હતી
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પર હિંસક ટોળાં દ્વારા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 ડબ્બામાં આગચંપી કરી દેવાઇ હતી. આ ઘટનામાં અંદાજે 59 કારસેવકોના મોત થયા હતા. ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં 2002માં ભારે રમખાણો થયા હતા.
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા રેલવે સ્ટેશને 2002ના વર્ષમાં ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં દોષિતોની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી. આ અરજી ગોધરા ટ્રેન કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 8 લોકોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
સાબરમતી ટ્રેનના ડબ્બામાં આગ લાગી હતી
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પર સાબરમતી ટ્રેનના એક ડબ્બામાં આગ લગી હતી. આ ઘટનામાં કુલ 59 મુસાફરોના મોત થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના કાર સેવકો હતા જેઓ અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા. આ ઘટનાના બીજા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરીએ રાજ્યમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધ દરમિયાન અમદાવાદ શહેરના નરોડા ગામ વિસ્તારમાં હિંસા થઈ હતી અને આ ઘટનામાં કુલ 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તણાવ જેવો માહોલ સર્જાયો હતો.
અગાઉ નીચલી અદાલતે 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા
ઘટનાના લગભગ નવ વર્ષ બાદ કોર્ટે 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા. આ પછી વર્ષ 2011માં SIT કોર્ટે 11 દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી જ્યારે 20 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી