
ધર્મસ્થાનો પર મહાસફાઇ અભિયાન અંતર્ગત આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિએ ઉનાઇ મંદિર ખાતે સફાઇ હાથ ધરી
- Local News
- April 22, 2023
- No Comment
રાજયમાં ધર્મસ્થાનો પર મહાસફાઇ અભિયાન અંતર્ગત આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિએ વાંસદા તાલુકાના ઉનાઇ ખાતે માતાજીના મંદિરના પરિસરમાં સાફ સફાઇ હાથ ધરી હતી.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું કે, પરશુરામ જન્મજયંતિ નિમિત્તે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત તમામ મંત્રીશ્રીઓ દ્વારા ધર્મસ્થાનો પર સફાઇ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં મંદિર પરિસરોમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવી રહી છે. ઉનાઇ મંદિરના પરિસરમાં તેમજ દરેક ધાર્મિક સ્થળ સ્વચ્છ અને સુઘડ રાખવાની જવાબદારી આપણી સૌની છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
ઉનાઇ માતાજીના મંદિરને સ્વચ્છ બનાવવાના સફાઇ અભિયાનમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, અધિક નિવાસ કલેકટર કેતન જોષી, વાંસદા પ્રાંત અધિકારી ડી.આઇ.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.એસ.ગઢવી, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ સહિત અધિકારીઓ/પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો જોડાયા હતાં.