
ભારતની એકમાત્ર ઉંધી વહેતી નદી જાણો શું છે કારણ અને સૌથી અલગ છે
- Travel
- April 23, 2023
- No Comment
તમે બધાએ આજ સુધી વાંચ્યું જ હશે કે ભારતની મોટાભાગની નદીઓ એક જ દિશામાં વહે છે અને તે દિશા પશ્ચિમથી પૂર્વ તરફ છે. બધી નદીઓનો પ્રવાહ પશ્ચિમથી પૂર્વ દિશામાં છે. પરંતુ આપણા દેશની એક એવી નદી છે જે તેની વિરુદ્ધ દિશામાં વહે છે. આને તમે એમ પણ કહી શકો છો કે આ નદી ઉંધી વહે છે. તમે બિલકુલ સાચું વાંચ્યું. આપણા દેશમાં એક એવી નદી છે, જે પશ્ચિમથી પૂર્વ તરફ નથી વહેતી, પરંતુ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. વિરુદ્ધ દિશામાં વહેતી એ નદીનું નામ નર્મદા છે. આ નદીનું બીજું નામ રેવા પણ કહેવાય છે.
જો કે ભારતની સૌથી લાંબી નદી ગંગા અને દેશની અન્ય તમામ નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને બંગાળની ખાડીમાં મળે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દેશની એકમાત્ર નદી નર્મદા છે, જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. નર્મદા નદી ભારતના મધ્ય ભાગમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી બે રાજયોની એટલે કે મધ્ય પ્રદેશ અને ગુજરાતની મુખ્ય નદી છે, જે અમરકંટક શિખરમાંથી નીકળે છે અને અરબી સમુદ્રમાં મળે છે.
આ કારણે નર્મદા નદી ઉંધી વહે છે
નર્મદા નદીના વિપરીત પ્રવાહનું ભૌગોલિક કારણ રિફ્ટ વેલી છે. રિફ્ટ વેલીનો ઢોળાવ વિરુદ્ધ દિશામાં છે. આ કારણે નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને તે અરબી સમુદ્રમાં મળે છે. અન્ય તમામ નદીઓથી વિપરીત, નર્મદા નદીના ઊંધા વહેણ પાછળ પણ પુરાણોમાં ઘણી વાર્તાઓ કહેવામાં આવી છે.
કહેવાય છે કે નર્મદાના લગ્ન સોનભદ્ર સાથે થવાના હતા પરંતુ સોનભદ્ર નર્મદાની મિત્ર જુહિલાને પ્રેમ કરતા હતા. આનાથી ક્રોધિત થઈને નર્મદાએ જીવનભર કુંવારી રહીને વિરુદ્ધ દિશામાં વહેવાનું નક્કી કર્યું. જો આપણે ભૌગોલિક સ્થાન પર પણ નજર કરીએ તો ખબર પડે છે કે નર્મદા નદી સોનભદ્ર નદીથી એક ચોક્કસ સ્થળે અલગ થાય છે. આજે પણ આ નદી અન્ય નદીઓથી વિરુદ્ધ દિશામાં વહે છે જે કોઈ આશ્ચર્યથી ઓછું નથી.
વિશ્વમાં માત્ર એક નદીની પરિક્રમા કરવામાં આવે છે
અમે તમને જણાવીએ કે નર્મદા નદી તેના મૂળથી (ઉદ્ગમસ્થાન) 1,312 કિમી સુધી પશ્ચિમ તરફ આગળ વધે છે અને ખંભાતના અખાત, અરબી સમુદ્રને મળે છે. નર્મદા નદી એ મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નદી છે.અરબી સમુદ્રમાં જોડાતા પહેલા, નર્મદા નદી 1312 કિલોમીટર લાંબા માર્ગે મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રદેશમાંથી 95,726 ચોરસ કિલોમીટરનું પોતાનું પાણી વહન કરે છે. તેની ઉપર ઉપનદીઓ 41 છે. જેમાં 22 નદીઓ ડાબા કિનારે બુરહનેર નદી, બંજર નદી, શેર નદી, શક્કર નદી, દુધી નદી, તવા નદી,ગંજાલ નદી, છોટા તવા નદી, કાવેરી નદી, કુંડી નદી, ગોઇ નદી, કરજણ નદી વહે છે. જ્યારે હિરણ નદી, તેંડોની નદી, ચોરલ નદી, કોલાર નદી, મન નદી, ઉરી નદી, હાતની નદી, ઓરસંગ નદી 19 નદીઓ જમણા કિનારે મળે છે.

વિશ્વમાં આવેલી અનેક નદીઓમાં નર્મદા જ એક એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે, જે નર્મદા નદીનું ધાર્મિક મહત્વ સાથે અનેક લોકોની આસ્થાની પ્રતીતિ કરાવે છે. નર્મદા એટલે આનંદ આપનારી. પુરાણોમાં આ ઉપરાંત રેવા, સોમોધ્ભવા અને મેકલકન્યકા નાં નામે વર્ણન કરવામાં આવેલું છે.
નર્મદા નદીની સૌથી પુણ્યદાયક પૂજા તે નર્મદા નદીની પરિક્રમા છે. જેમાં યાત્રાળુઓ નર્મદાના અમરકંટક મુખથી ચાલતા ફરીને ભરૂચ જિલ્લાના દહેજ ખાતે અરબી સમુદ્ર પોંહચે છે. હોળી ધ્વારા ઓળંગીને થી નર્મદાના બીજા કાંઠે ફરીથી ચાલવાનું ચાલુ કરી ચાલતા ફરી તેના મુખ એટલે કે અમરકંટક ઉપર આવે છે. આ યાત્રા પરિક્રમા કહેવાય છે.
આ યાત્રા કરવા આશરે બે થી ત્રણ વર્ષ લાગે છે. પહેલા પરિક્રમા કરતા લોકો નદીન કિનારે ચાલતા હતા. પરંતુ હવે પરિક્રમા કરતા યાત્રિકો નદી તટે તટે પરિક્રમા નથી કરી શકતા પરંતુ કેટલાક ભાગોમાં તો નદીથી ત્રણ-ચાર કિમી દુરથી પરિક્રમા કરવી પડે છે.
ધન્ય છે નર્મદા પરિક્રમા રૂટમાં આવતા ગામોના લોકોને કે તેઓ આવનાર યાત્રીકોની ખુબ જ સારી રીતે સરભરા કરી રહ્યા છે જે વર્ષોથી પોતાની ફરજ ગણીને આ કાર્ય નિભાવી રહ્યા છે.

ગાયકવાડ શાસકો સમયે પણ નર્મદા ઘાટ અને તેની આસપાસનાં વિસ્તારને ઉજાગર કરવા અને જુના ધર્મસ્થાનોને સમારકામ તેમજ નવા ધર્મસ્થાનો બાંધવા માટે મહત્તમ પ્રયાસો વર્તમાન અભ્યાસ પરથી જોઈ શકાય છે.
નર્મદા નદી ની રોચક તથ્યો
• કુદરતી પ્રક્રિયાથી ઘસાઈને બનેલા નર્મદા કાંઠાના પથ્થરોને બનાસ કહેવાય છે જે શીવલીંગ તરીકે પણ પૂજાય છે. તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલા અને દક્ષિણના મહાન રાજા રાજરાજા ચોલાએ બનાવેલા બૃહદેશ્વર મંદિરમાં સૌથી મોટું બનાસ-શીવલીંગ સ્થાપિત છે.
• નર્મદા નદીને કાંઠે શ્રી આદી શંકરાચાર્ય તેમના ગુરૂ ગોવિંદ ભગવત્પાદને મળ્યા અને દિક્ષા ગ્રહણ કરી હતી.
• નર્મદા નદી સંશોધન માટે પણ મહત્વની છે. તેની ખીણમાંથી રાજાસોરસ નામનાં ડાયનાસોરનાં અવશેષો મળી આવેલાં છે.
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા એ ગુજરાત રાજ્યના રાજપીપળા એટલે કે નર્મદા જિલ્લાના નજીક નર્મદા નદીના કાંઠા પર કરવામાં આવતી પરિક્રમા છે. આ પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધીના સમયગાળામાં પગે ચાલીને કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ એક મહિના દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી ધન્યતા અનુભવે છે.
હિંદુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે, ત્યારે એ પ્રવાહ ઉત્તરવાહિની તરીકે ઓળખાય છે તથા એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે. આથી અહીં નર્મદા નદીને ઉત્તરવાહિની કહેવામાં આવે છે.
આદ્ય શંકરાચાર્યજી રચિત નર્મદાષ્ટકમાં નર્મદા નદી માટે કહ્યું છે કે, અલક્ષલક્ષલક્ષપાપ લક્ષ સાર સાયુધં તતસ્તુજીવજન્તુતન્તુ ભુક્તિ મુક્તિ દાયકંમ્ અર્થાત પવિત્ર નર્મદા નદીના દર્શનમાત્રથી ભક્તોના પાપોનો નાશ થાય છે. આવું ધાર્મિક મહત્વ ધરાવતી પૂણ્ય સલિલા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવા આશરે છ વિસો વધુ કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે, જે દરેક ભક્તો માટે શક્ય ન હોવાને કારણે શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરતા હોય છે. પશ્ચિમ તટે રામપુરા ગામથી તિલકવાડા સુધી તેમ જ પૂર્વી તટે તિલકવાડાથી રામપુરા ગામ સુધી જતી નર્મદા પરિક્રમા આશરે ૨૨ કિલોમીટર જેટલા અંતરની થાય છે, જેમાં બે વખત હોડીમાં બેસી નર્મદા નદીને પસાર કરવી પડે છે. આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવી શ્રધ્ધાળુઓની માન્યતા છે.