પ્રેમએ મૃતક પ્રેમિકાની શંકાસ્પદ મોત અંગે સ્થાનિક પોલીસ તેમજ સુરત રેન્જ આઈજી કરાયેલ અરજી બાદ ગુનો નોંધીને મૃતદેહ કબરમાંથી બહાર કાઢીં તપાસ પોલીસે હાથ ધરી
- Local News
- April 26, 2023
- No Comment
નવસારી જિલ્લાના ખેરગામ રહેતા બ્રિજેશ પટેલને જલાલપોર તાલુકાના અબ્રામા ગામમાં રહેતી એક મુસ્લિમ યુવતિ સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ હતો. બંને સાથે જીવન જીવવાની એક બીજા વચન આપ્યું હતું. થોડા સમય અગાઉ બંને જણા ઘર છોડી ભાગી પણ ગયા હતા. બંને શોધી લાવી પરિવારનાં સભ્યોએ બંનેને પોતાના ઘરે પરત લાવ્યા હતા. ત્યારબાદ અચાનક યુવતીનું શંકાસ્પદ હાલતમાં મોત નિપજ્યું હતું આ અંગે યુવકે ગંભીર આરોપ લગાવીને એક અરજી સ્થાનિક પોલીસ તેમજ સુરત રેન્જ આજીને આપી હતી.

બ્રિજેશ પટેલના જણાવ્યાનુસાર યુવતિ સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ હતો.એક દિવસ યુવતીના ઘરવાળા અચાનક તેને શોધવા આવ્યા તેના ઘરે આવ્યા હતા. પરંતુ યુવતી મારા ઘરે ન હતી. ત્યારબાદ યુવતીનો ફોન આવ્યો હતો અને હું વલસાડ છું. હું વલસાડ થઈ યુવતી લાવી તેના પરિવારજનો સોંપી હતી.પ્રેમી યુવક બ્રિજેશને બીજા દિવસે ખબર પડી કે, પ્રેમિકા યુવતી એ ગળેફાંસો ખાઇને મૃત્યું નીપજાવ્યું છે.

આ ધટના તપાસ અર્થે સ્થાનિક પોલીસ તેમજ સૂરત રેન્જ આઈજી એક અરજી કરી હતી.બ્રિજેશ દ્વારા જે અરજી આપવામાં આવી છે, તેમાં મોહમ્મદ કમુ શેખ, સાદિક મોહમ્મદ શેખ, રમજાન સિંધી, સિદ્દીક શેખ અને સોએબ શેખ સામે યુવતીની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પ્રેમિકા એવી યુવતી મોતની તપાસ કરવા માંગ કરી હતી.જ્યારે મૃતક યુવતીના પરિવારજનોએ જણાવ્યું હતું કે આ ધટનામાં અમારી દિકરીએ હતાશ થઈ ને આત્મહત્યા કરી લીધી છે.એક સુસાઈડ નોટમાં તેને અપનાવી ન હોવાથી હતાશામાં આવી આત્મહત્યાનું પગલું ભર્યું હતું.
પ્રેમી બ્રિજેશ પટેલની અરજી બાદ સમગ્ર પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. યુવતીનું ર૧ તારીખે શંકાસ્પદ મોત થયું હતું. જે ઘટનાના ૪ દિવસ બાદ નવસારી જિલ્લા પોલીસે ઘટના અંગે જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને નવસારી પોલીસ હવે યુવતીના મોતના સચોટ કારણની જાણ માટે અકસ્માત મોતનો ગુનો નોંધી આ દિશામાં તપાસ શરૂ કરી છે.

નવસારી જિલ્લાના કલથાણ ખાતેના કબ્રસ્તાનમાં પ્રાંત અધિકારી આર.આર.બોરડ હાજર રહીને માહિતી મેળવી છે. જ્યારે જલાલપોર તાલુકાના કલથાણ ગામમાં પોલીસ ચૂસ્ત બંદોબસ્ત સાથે કબરમાંથી યુવતીના મૃતદેહ કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મૃતદેહ બહાર કર્યા બાદ પેનલ પોસ્ટમોર્ટમ માટે સુરત ખાતે લઈ જવામાં આવશે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ પ્રેમિકા એવી યુવતીએ આત્મહત્યા કે હત્યા એનો ભેદ ઉકેલાશે.

નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના અબ્રામા ગામે રહેતી યુવતીની આત્મહત્યા કે હત્યા તેના શંકાસ્પદ મોત પગલે પોલીસ ધ્વારા ગુનો નોંધી વહીવટીતંત્ર સાથે રાખી તપાસ હાથ ધરાઈ