
નવસારીનાં વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં સ્વાગત કાર્યક્રમો યોજાયા:જે અંતર્ગત અનુક્રમે ૨૨૬, ૨૬૩ અને ૧૭૭ સ્થાનિક અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો
- Local News
- April 26, 2023
- No Comment
લોકપ્રશ્નોનું ઝડપી નિરાકરણ એટલે સ્વાગત કાર્યક્રમ.સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજ રોજ નવસારીનાં વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓ ખાતે સ્વાગત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણીના ભાગરૂપે વાંસદા તાલુકાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને વાંસદા ખાતે યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં ૨૦૨ ગ્રામ કક્ષાની અરજીઓ અને ૨૪ તાલુકા કક્ષાની અરજીઓ મળીને કુલ ૨૨૬ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.
જ્યારે, ચીખલી તાલુકાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતાના અધ્યક્ષસ્થાને ચીખલી ખાતે યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં ૨૫૭ ગ્રામ કક્ષાની અરજીઓ અને ૦૬ તાલુકા કક્ષાની અરજીઓનો મળીને કુલ ૨૬૩ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ જ શ્રુંખલા હેઠળ, ખેરગામ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ પ્રાંત અધિકારી
ડી. આઈ. પટેલના અધ્યક્ષસ્થાને ખેરગામ ખાતે યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં ૧૬૫ ગ્રામ કક્ષાની અરજીઓ અને ૧૨ તાલુકા કક્ષાની અરજીઓનો મળીને કુલ ૧૭૭ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમોમાં પાણી પૂરવઠો, વીજળી, સિટી સર્વે, પોલીસ, મહેસૂલ, ICDS વિગેરે વિભાગોને સંબંધિત અરજીઓનું નિરાકારણ લાવવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, અરજદારો તથા સ્થાનિક લોકો આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.