આપના કાર્યરતા ઉપર હુમલાના આરોપી એવા ગુંડાઓનું નવસારી પોલીસે સરઘસ કાઢ્યું

આપના કાર્યરતા ઉપર હુમલાના આરોપી એવા ગુંડાઓનું નવસારી પોલીસે સરઘસ કાઢ્યું

AAPના કાર્યકરને માર પડ્યો હતો:કાગદીવાડ પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર ત્રણ શખ્સોએ ઢોરમાર માર્યો હતો. ફટકાબાજીનો વીડિયો બનાવી રિલ પણ બનાવી હતી.

વિજલપોરમાં રહેતા આમ આદમી પાર્ટીના કાર્યકર ગોપાલ મુકેશભાઈ જાગતાપને ગઈકાલે બપોરે ત્રણ વાગે કાગડીવાડ પાસે કેટલાક યુવાનોએ બોલાવી ગાળાગાળી કરી હતી,તેના ઉપર લોખંડના ફટકા વડે તેના પગ તેમજ શરીર ઉપર પ્રાણઘાતક પ્રહાર કર્યા હતા. સમગ્ર મામલે ગોપાલના મિત્રએ તેને એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં તેને ICU માં દાખલ કરી હાલમાં સારવાર કાર્યરત છે. ગોપાલ જગતાપના પિતાએ સમગ્ર મામલે ત્રણ યુવાનો સિદ્ધુ થોરાટ, આકાશ આમરે અને મયુર ઉર્ફે કોક્રોચ વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. જૂની અંગત અદાવતમાં સમગ્ર મારા મારી થઈ હોવાની વાત પ્રાથમિક તારણ રૂપે બહાર આવી છે.

ત્રણ યુવાનો લોખંડના સળિયા વડે ગોપાલ જગતાપને માર મારતા હોય તેવો કોઈક ઈસમ વીડિયો બનાવ્યો છે અને તેને રીલ રૂપે સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યો છે. પોતે ભાઈગીરીનો રોફ જમાવવા માટે મારામારીનો વીડિયો instagram પર મૂકવામાં આવ્યો છે. હાલમાં યુવાનોને ખ્યાલ હોય છે કે આ વીડિયો તેમના વિરુદ્ધ પુરાવા ઊભા કરશે તેમ છતાં પણ સમાજમાં મોટા ગુંડા હોવા તરીકેનો મેસેજ આપવા માટે યુવાનો મારા મારી કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં મુકવાથી બાઝ આવતા નથી. તેમજ સમાજમાં ભાઈગીરી થકી પોતાની ગુંડાઓ હોય તેવો લોકોમાં ડર બતાવવા હોય છે.

સમગ્ર પ્રકરણમાં નવસારી એલસીબીએ મારામારીમાં ભાગેડુ ત્રણેય આરોપીને સુરત ખાતે આવેલા આઝાદ નગર થી ઝડપી પાડ્યા છે. આરોપીઓના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ગોપાલ જગતાપ ત્રણેય આરોપીનો જૂનો મિત્ર છે અને તેની આડમાં તે આ ત્રણેય આરોપીઓની બાતમી હરીફ ગેંગ ને આપતો હતો. ગોપાલ જગતાપએ ભૂતકાળમાં ત્રણેય આરોપીઓને પોલીસના હાથે પકડાવી દીધા હોવાની શંકા ને આધારે ગઈકાલે ગોપાલને નવસારી શહેરના કાગડીવાદ વિસ્તારમાં બોલાવીને માર મારી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં મૂકી પોતે ભાઈ કે ગુંડા હોવાનો અને પોતાનો બદલો પૂર્ણ કર્યા હોવાનો સંતોષ રાખી ગોપાલને માર માર્યો હતો ત્યારબાદ સુરત ભાગી ગયા હતા. ઘટનાના ગણતરીના કલાકમાં જ નવસારી LCB PI ડી.એસ.કો૨ાટ, ASI સુનસિંહ દેવિસીહ, ASI નલીનભાઈ ચીમનભાઈ, HC મિલનભાઈ મનસુખભાઈ, PC અર્જુનભાઈ પ્રભાક૨ભાઈ, PC સંદીપભાઈ પીઠાભાઈ, PC મહેશભાઈ ૨ામજીભાઈ, PC ગુણવંત દલુભાઈ, PC ધી૨જભાઈ ૨ત્નાભાઇ, PC વા૨ીફમીંયા રફીમીંયા, એ આરોપીની ધરપકડ કરી નવસારી ટાઉન ને સોંપ્યા છે.

નવસારીમાં પોલીસે સરઘસ કાઢ્યું 

વિજલપોરના યુવાનને મારા મારી કરી ભાઈગીરી બતાવવા ઇન્ટાગ્રામમાં રિલ બનાવી હતી. આજકાલ યુવાવર્ગને ભાઈગીરીનું ભૂત ચડ્યું છે, જેથી મારા મારીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ સમાજમાં મોટાભાઈ કે ગુંડાઓ હોવાનું તેઓ પ્રસ્થાપિત કરે છે, ત્યારે આવા તત્વોને ઝબ્બે કરવા માટે નવસારી જિલ્લા પોલીસે કમર કસી છે અને આવા ભાઈ લોકોનું ભૂત બનાવી સરઘસ કાઢતા શહેરીજનો પોલીસની કામગીરીથી પ્રભાવીત થયા છે. આવનાર સમયમાં નવસારી જિલ્લામાં આવા ગલીના ભાઈઓ થકી શાંતિ દોહળ્યા તે માટે જિલ્લા પોલીસ કમરકસી છે.

નવસારીના વિજલપોરમાં રહેતા ગોપાલ જગતાપ નામના યુવાનોને 2 દિવસ અગાઉ અંગત અદાવતમાં મરણ તોલ માર મારી તેનો વીડિયો ઇન્ટાગ્રામ પર મૂકીને ભાઈ હોવાનો રોફ જમાવતા યુવાનોની હવા નવસારી જિલ્લા પોલીસે કાંઢી નાખી છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા યુવાનોની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી પોલીસ સ્ટાઈલમાં તેમની સરભરા કરી છે.

સિદ્ધુ થોરાટ, આકાશ આમરે અને મયુર ઉર્ફે કોક્રોચને વિઠ્ઠલ મંદિરથી શિવાજી ચોક સુધી તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય લોકોના મનમાંથી તેમનો ખોફ દૂર થાય મારામારી કરી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં મુકતા તત્વોને લોકોએ પોલીસ સામે લાચાર જોતા તેમની હવા નીકળી ગઈ હતી. આ સરઘસ દરમિયાન પોલીસ જિંદાબાદના નારા પણ લાગ્યા હતા. વિજલપોર વિસ્તાર કહેર મચાવ્યું હતું, જેને લઇ ડીવાયએસપી પીઆઇ કક્ષા સહિત પોલીસની ફોજે વિઠ્ઠલ મંદિરથી આ કહેવાતા ભાઈનું સરઘસ કરતા સામાન્ય લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ જાગૃત થયો હતો

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *