ચેસ ફ્રેન્ડસ ગ્રુપ નવસારી દ્વારા રમણકાકા મેમોરિયલ ચેસ્ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું

ચેસ ફ્રેન્ડસ ગ્રુપ નવસારી દ્વારા રમણકાકા મેમોરિયલ ચેસ્ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું

  • Sports
  • April 30, 2023
  • No Comment

ચેસ ફ્રેન્ડસ ગ્રુપ નવસારી દ્વારા રમણકાકા મેમોરિયલ ચેસ સ્પર્ધા નું આયોજન સ્વામિનારાયણ મંદિર ગ્રીડ,નવસારી પ્રેમવતી હોલ ખાતે કરવામાં આવ્યું હતું જે આયોજન ચાર વર્ષના સમયગાળા પછી કરવામાં આવ્યું, નવસારીમાં ચેસ રમતને પ્રોત્સાહન મળે અને બાળકો ચેસ રમીને આગળ વધે એવા એક ઉમદા હેતુથી રમણકાકા મેમોરીયલ ચેસ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી ડો.મયુરભાઈ પટેલ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુંઅને એમણે જણાવ્યું હતું કે આ સ્પર્ધા માંથી અનુભવ મેળવી મે માસ માં યોજાનારી અંદર 19 સ્કૂલ ગેમ્સ માં નવસારી ના ખેલાડીઓ ભાગ લઈ નવસારી નું નામ રોશન કરે એવી આશા વ્યક્ત કરી હતી અને ચેસ ફ્રેન્ડસ ગ્રુપ નવસારી ના સાત મેમ્બરો ને રમણકાકાની યાદમાં અને નવસારી જીલ્લા ના ચેસ ના ખેલાડીઓને પ્રોત્સાહન આપતી સ્પર્ધાઓના આયોજન બદલ તમામ ખેલાડીઓ વાતી આયોજકોનો આભાર માન્યો હતો. આ સ્પર્ધામાં 136 જેટલા ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો.

જેથી આયોજકોનો સ્પર્ધા રમાડવાનો હેતુ હતો તે પરિપૂર્ણ થયો હતો જેથી વર્ષમાં એક અથવા બે વાર સ્પર્ધાનું આયોજન કરવાનું ચેસ ફ્રેન્ડસ ગ્રુપ નવસારી દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ત્રિશુલભાઈ પટેલ અને એમની ટીમે સેવા આપી હતી તેમજ સ્પર્ધાના આયોજન માટે સ્વામિનારાયણ મંદિર પ્રેમવતી ઉપહાર ની ઉપર નો હોલ ફાળવવા બદલ સ્વામિનારાયણ મંદિરના સંતો નો આભાર માન્યો હતો.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *