મન કી બાત ના ૧૦૦ મા એપિસોડ માટે નવસારી જિલ્લામાં મેગા આયોજન:જિલ્લાના 1147 બુથ 160 શક્તિ કેન્દ્ર પર કાર્યક્રમ થશે

મન કી બાત ના ૧૦૦ મા એપિસોડ માટે નવસારી જિલ્લામાં મેગા આયોજન:જિલ્લાના 1147 બુથ 160 શક્તિ કેન્દ્ર પર કાર્યક્રમ થશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આવતીકાલે “મન કી બાત” નો ૧૦૦ મો એપિસોડ પ્રસારિત થશે જેના માટે નવસારી જિલ્લા ભાજપ સંગઠન દ્રારા મેગા આયોજન કર્યું છે.

પત્રકાર પરિષદમાં વિગત આપતા જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહે જણાવેલ કે “મન કી બાત” કાર્યક્રમ દેશના કરોડો લોકો માટે ઉપયોગી સાબિત થયો છે. દેશના છેવાડાના માનવીની નવી શોધો – નવી હુન્નર હોય , સ્વચ્છતા અભિયાન,પર્યાવરણ જેવા વિષયમાં કામ કરતો હોય તો તેને આ કાર્યક્રમ પ્લેટફોર્મ પૂરું પાડે છે, પછી તે વિદ્યાર્થીઓની પરીક્ષા માટે હોય, કોરોના કાળમાં અનેક લોકોએ કામ કર્યું હોય તેના પરિવારજનો માટે આ કાર્યક્રમ પ્રેરણા બન્યો છે.

આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ દરેક ક્ષેત્રે ને આવરી લઈ નાનામાં નાની વ્યક્તિ હોય કે દેશની સુરક્ષા, વિકાસ, ઉત્પાદન માટે તથા જે લોકો તમામ ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે તેમના માટે પ્રશંસા કરે છે તેમને પ્રોત્સાહન પણ મળે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2014 થી લઈને 2023 સુધી સળંગ એક પણ રજા વગર “મન કી બાત” કરી છે તેમના આ કાર્યક્રમમાં ભારતની સંસ્કૃતિની જાળવણી, ઐતિહાસિક સ્થાપત્યોનું જતન, દેશને ગૌરવ અપાવનાર વશિષ્ઠ વ્યક્તિઓનું પ્રતિભાને વડાપ્રધાને ઉજાગર કરી છે .નવસારી જિલ્લા માં વિવિધ બુથો ઉપરાંત, ખેડૂતો માછીમારો , ડોક્ટરો, ઉદ્યોગપતિ, વેપારી, વકીલ, મહિલા મંડળ, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ પણ આ કાર્યક્રમ નું આયોજન કરેલ છે.

જિલ્લા માં 1147 બુથ તેમજ 160 શક્તિ કેન્દ્ર ઉપર કાર્યક્રમ યોજાશે જેમાં જિલ્લાના તમામ ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા પદાધિકારીને પણ કાર્યક્રમની જવાબદારી આપવામાં આવી છે. આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શીતલબેન સોની જિલ્લા ભાજપના પ્રભારી રણજીતભાઈ ચીમના જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ દક્ષિણઝોન મીડિયા કન્વીનર રાજેશભાઈ દેસાઈ મહામંત્રી અશ્વિનભાઈ પટેલ અને જીગ્નેશભાઈ નાયક હાજર રહ્યા હતા

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *