નવસારી વિજલપોર પાલિકાની સભામાં 25 મીનીટમાં સભા પૂર્ણ :પાલિકાની જગ્યા ઉપર  ખાનગી જાહેરાત મુકતા લોકો ઉપર બે વર્ષના નાણાં લેવા રજુઆત કરાઈ 

નવસારી વિજલપોર પાલિકાની સભામાં 25 મીનીટમાં સભા પૂર્ણ :પાલિકાની જગ્યા ઉપર ખાનગી જાહેરાત મુકતા લોકો ઉપર બે વર્ષના નાણાં લેવા રજુઆત કરાઈ 

નવસારી વિજલપોર પાલિકાની સામાન્ય સભા સભાખંડ ખાતે મળી હતી. જેમાં જુદી જુદી કમિટી વિકાસ માટે એજન્ડા તથા પ્રમુખ સ્થાને કુલ 257 કામોને લઈ આગામી દિવસોમાં નવસારીજનો માટે છે.

નવસારી વિજલપોર પાલિકાની સામાન્ય સભામાં વિકાસના કામોને લઈને વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના આદિવાસી મહિલા નગરસેવકે પોતાના વિસ્તારમાં અગાઉ ની સરકાર વખતેના મંજુર કામો હજુ સુધી ન કરતા પ્રમુખને ફરિયાદ કરી હતી.તો ભાજપના જ બે થી ત્રણ સભ્યોએ કામગીરી બાબતે પહેલી વાર સામે બોલવાની હિંમત કરી હતી.તો અમુક નગરસેવકો માત્ર અભિનદન આપવા જ સભામાં આવ્યા હોય તેમ લાગતું હતું.કરોડોના વિકાસના કામો 24 મિનિટમાં કોંગ્રેસના સભ્યના વિરોધ સાથે મજુર કરાયા હતા.

નવસારી વિજલપોર નગરપાલિકાની સામાન્ય સભામ પ્રમુખ જીગીશ શાહ,ચીફ ઓફિસર જે યુ વસાવા ,ઓફિસ સુપરિટેન્ડ અને ઉપ પ્રમુખની ઉપસ્થિતમાં યોજાઈ હતી.સભામાં 4 ભાજપ ના નગરસેવકો હાજર નહિ રહી પોતાનો રિપોર્ટ મોકલવાયો હતો.

આ સભામાં એક્ઝિક્યુટિવ કમિટીના 20,પબ્લિક વર્ક્સ કમિટીના 170 કામો ,વોટર વર્ક્સ કમિટીના 10 ,ડ્રેનેજ કમિટીના 21,લાઈટ કમિટીના 6,માયનોર કમિટીના 2 અને પરચુરણ અને વધારાના કામો મળી કુલ 257 કામો રજૂ થતા 5 મિનિટમાં બહાલી આપવામાં આવી હતી.જેમાં કોંગેસ ના મહિલા નગરસેવકે ગત વખતેના જુના કામો મંજૂરી મળી હતી તે કામો કેમ હજુ સુધી ન કરાયા તે બાબતે પોતાનો વિરોધ લેખિતમાં પ્રમુખ જીગીશ શાહને આપ્યો હતો.

ન.વિ.નગરપાલિકા માં કોંગ્રેસના વિજેતા એવા એક માત્ર મહિલા નગરસેવક ધ્વારા દરેક કામોનો વિરોધ.

કોંગ્રેસના એક માત્ર નગરસેવક તેજલ રાઠોડ ધ્વારા તમામ કામોનો લેખિતમાં વિરોધ કરાયો.

 

 

તેજલ રાઠોડ કે જેઓ કોંગ્રેસ ના વિજેતા તરીકે વોર્ડ નંબર 4 કોંગ્રેસના એકમાત્ર નગરસેવક છે. આજરોજ નવસારી-વિજલપોર નગરપાલિકામાં સામાન્ય સભામાં અગાઉની ટર્મ માં તેમના વોર્ડ નંબર 4 ના કામો મંજૂરી મળી હતી. તે કામો હજુ કેમ કરવામા આવ્યા નથી.અને નવા નવા કામો આવે છે. જે બાબતે રજુઆત કરી હોવા છતાં કોઈએ ધ્યાને ન લેતા આખરે મારે આજરોજ યોજાયેલ સભાના દરેક કામોનો લેખિતમાં વિરોધ દર્શાવ્યો છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *