ચીખલી તાલુકાના ઘોલાર ગામે રૂા.૨૦૦ લાખના ખર્ચે અદ્યતન સુવિધાથી સજજ “હાટ બજાર” નું લોકાર્પણ કર્યુ:નવા બનેલા હાટ બજારથી ખેડૂતોને ખૂબ જ લાભ થશે:નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ 

ચીખલી તાલુકાના ઘોલાર ગામે રૂા.૨૦૦ લાખના ખર્ચે અદ્યતન સુવિધાથી સજજ “હાટ બજાર” નું લોકાર્પણ કર્યુ:નવા બનેલા હાટ બજારથી ખેડૂતોને ખૂબ જ લાભ થશે:નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ 

નવસારી જિલ્લા ના ચીખલી તાલુકાના ઘોલાર ગામ ખાતે રાજયના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇએ આજરોજ ચીખલી તાલુકાના ઘોલાર ગામે રૂા.૨૦૦ લાખના ખર્ચે અદ્યતન સુવિધાથી સજજ “હાટ બજાર”નું રીબીન કાપી ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ખેડૂતો પોતાના ખેતરમાં કેરી, શાકભાજી મહેનત કરીને બનાવે છે અને વેપારીઓ સસ્તાભાવે ખરીદીને ઉંચાભાવે માર્કેટમાં વેચાણ કરે છે. જેથી ખેડૂતો પોતે સીઝનેબલ શાકભાજી, કેળા, કેરી વિગેરે ખેતરમાંથી સીધા આ હાટ બજારમાં વેંચીને સારો ભાવ મેળવી શકે છે. ઘોલાર ગામ તેમજ આજુબાજુના ગામોને આદિજાતિ વિભાગ દ્વારા રૂા.૨૦૦ લાખના ખર્ચે નવા બનેલા હાટ બજારથી ખેડૂતોને ખૂબ જ લાભ થશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ ગ્રામ્ય વિસ્તારમાં હાટ બજારનો પ્રારંભ કર્યો હતો. આજે ગુજરાત દરેક ક્ષેત્રે વિકાસના પંથે આગળ વધી, ગુજરાત મોડેલ રાજય બની ગયું છે. મંત્રીશ્રીએ રાજય સરકારની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતાં.

 

આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રૂા.૨૦૦ લાખના ખર્ચે તૈયાર થયેલા આ હાટ બજારથી આદિવાસી વિસ્તારના ખેડૂતોને સારા ભાવો મળી રહેશે. આ વિસ્તાર બાગાયતી વિસ્તાર છે તેમ જણાવી ખેડૂતો બાગાયતી પાકોનું ઉત્પાદન કરી, આ હાટ બજારમાં વેચીને સારો લાભ મેળવી શકશે. આ હાટ બજાર ખેડૂતોને ખૂબ જ ઉપયોગી બની રહેશે.

 આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ઘોલારા ખાતે નવા”હાટ બજાર”થી ઘોલાર ગામ તથા આજુબાજુના ગામડાઓના છેવાડાના લોકોને આનો લાભ મળશે. રૂા.૨૦૦ લાખના ખર્ચે તૈયાર થયેલ હાટ બજાર બિલ્ડીંગમાં ૭૯ જેટલી દુકાનો, ઓફિસ, મીટીંગરૂમ, સીકયુરીટી રૂમ, કેન્ટીન, ડિસ્પ્લે રૂમ, સ્ટેજ, સીકયુરીટી ગાર્ડ કવાર્ટસ, અલાયદા બોર સાથે પાણી પુરવઠા વ્યવસ્થા, પાર્કિંગની સુવિધા તેમજ ઇલેકટ્રીફીકેશ તથા સ્ટ્રીટ લાઇટ સુવિધા વિગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ દિપાબેન પટેલ, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ  કલ્પનાબેન ગાંવિત, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, વાંસદા પ્રાયોજના વહીવટદાર આનન્દુ સુરેશ, ચીખલી પ્રાંત અધિકારી અમિત ચૌધરી સહિત પદાધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *