નવસારી જિલ્લામાં માં 1147 બુથો અને 160 શક્તિ કેન્દ્ર ઉપર વડાપ્રધાનના “મન કી બાત” કાર્યક્રમના 100 માં એપિસોડનું આયોજન કરાયું
- Local News
- April 30, 2023
- No Comment
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યકમના રવિવારે 100 માં એપિસોડને નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યાદગાર બનાવવા મેગા આયોજન કરાયું હતું.દેશની પ્રજા, ઉત્સવો, સંસ્કૃતિ, નવી પહેલ, પ્રેરણાદાયક પગલું અને સમાજ તેમજ દેશ માટે કઈ અલગ કરનારને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવવાનો મન કી બાત કાર્યકમ આજે દરેક ભારતીયના મનમાં વસી ગયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 દશેરાના અવસર થી મન કી બાત કાર્યકમ શરૂ કર્યો હતો. તેઓની લોકપ્રિયતાના સમકક્ષ જ આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયામાં વસતા ભારતીયોમાં PM મોદીની મન કી બાત કાર્યકમ ખૂબ જ લોકચાહના મેળવી રહયો છે.
નવસારી જિલ્લા ભાજપ દ્વારા મન કી બાત ના 100 માં એપિસોડને યાદગાર અને અવિસ્મરિય બનાવવા મોટા પાયે આયોજન કરાયું છે. નવસારી જિલ્લાના તમામ 1147 બુથો પર મન કી બાત કાર્યકમના 100 માં એપિસોડને નિહાળવા, સાંભળવા તેમજ માણવાનું આયોજન કરાયું હતું.

નવસારી ભાજપ દ્વારા તમામ બુથ સાથે દરેક શક્તિ કેન્દ્ર ઉપર પણ મન કી બાત નો 100 મો કાર્યકમ યોજાયો, ઉપરાંત 15 જેટલા વિશેષ સ્થળોએ મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ધારાસભ્યો નરેશ ભાઈ પટેલ,આર. સી. પટેલ,રાકેશભાઈ દેસાઈ જોડાયા હતા.પ્રદેશ મંત્રી શીતલબેન સોની પ્રભારી રણજીતભાઈ ચીમના જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, મહામંત્રી અશ્વિનભાઈ પટેલ, જીગ્નેશભાઈ નાયક ગણપતભાઈ મહાલા તથા અન્ય આગેવાનો, પદાધિકારીઓ સહિતના કાર્યકરો સહભાગી બન્યા હતા.