
સુરત એરપોર્ટ પરથી રૂપિયા 4.55 કરોડનું દુબઈથી લવાયેલું સોનું પકડાયું: પૂછપરછમાં ખુલી શકે છે મોટો ભેદ
- Uncategorized
- April 30, 2023
- No Comment
ગુજરાત રાજ્યમાં આજકાલ દાણચોરી પ્રમાણ ઘટનાઓ દિવસે દિવસે વધુ પ્રમાણ વધવા પામી છે.તો બીજી તરફ રાજ્યના પોલીસ ધ્વારા આવા લોકોને દાણચોરી કરતા લોકોને ઝબ્બે કરવા કમર કસી છે. સુરત શહેરના એરપોર્ટ ઉપર લવાયેલું રૂપિયા 4.55 કરોડનું સોનું કબજે કરવામાં આવ્યું છે. સુરત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા દુબઈથી લવાયેલું સોનું શહેરમાં ઘૂસાડવામાં આવે તે પહેલા જ મોટી કાર્યવાહી કરાઈ છે. વરાછા જતા પટેલ પરિવારને ટીમે મોટા પ્રમાણમાં સોના સાથે પકડી પાડ્યો છે. હવે આ અંગે પોલીસ દ્વારા સોનું લાવનાર વરાછા ના પરિવાર ની સઘન પૂછપરછ કરવામાં આવશે.
સોનું દુબઈથી કઈ રીતે લાવવામાં આવ્યું, સુરતમાં તે કોને આપવાનું હતું તે તમામ મુદ્દે પોલીસ તપાસ હાલ કરી રહી છે. આટલા મોટા પ્રમાણમાં દુબઈથી સોનું કઈ રીતે લાવવામાં આવ્યું અને આ કામ માટે કોણ મદદ કરી હતી તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.
પકડાયેલા લોકોએ અગાઉ આવા કૃત્ય આચર્યા છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. ઘણી વખત ફરવા જવાના બહાને આ પ્રકારના સ્મગલિંગ કરવામાં આવતા હોય છે ત્યારે પકડાયેલા શખ્સો કોના ઈશારે આ કામ કરી રહ્યા હતા તે અંગેની પૂછપરછ પણ કરવામાં આવશે.
આ મામલે પોલીસે જણાવ્યું SOG પાસે માહિતી હતી કે દુબઈથી સોનું લાવીને દાણચોરી કરવામાં આવી રહી છે. બાતમી મળ્યા બાદ આ મામલે પોલીસે 15 દિવસથી વોચ ગોઠવેલી હતી. વાહનચેકિંગ દરમિયાન આ ટોળકીનો ભેદ ખુલ્યો હતો અને તેમની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સોનાનો જથ્થો લઈને આવેલો પટેલ પરિવાર એરપોર્ટથી વરાછા જવાનો હતો, જોકે, દુબઈથી લવાયેલું સોનું શહેરમાં પહોંચે તે પહેલા જ એસઓજી મોટી કાર્યવાહી કરી છે. આટલા મોટા પ્રમાણ પકડાયેલ સોનાની દાણચોરીમાં પોલીસ તપાસમાં આગામી દિવસોમાં મોટા ખુલે નહિં તો નવાઈ નહિં