
નવસારીના વિદ્યાર્થીઓએ યોગાસનોથી બનાવી વિશાળ YOGની માનવ પ્રતિકૃતિ
- Local News
- June 21, 2023
- No Comment
નવસારીના દાંડી દરિયા કિનારે નવસારીના વિદ્યાર્થીઓએ 9માં વિશ્વ યોગ દિવસની નિમિતે લોકોને યોગ અપનાવી સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રેરિત કરવાં અને નિયમિત યોગાભ્યાસથી થતા અગણિત ફાયદાઓ સમજાવવા વિવિધ યોગમુદ્રાઓથી વિશાળ માનવ પ્રતિકૃતિ YOG બનાવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સિમ્બોલ બનાવી યોગ જાગૃત્તિનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની ઉમદા પહેલ કરવામાં આવી હતી.