
નવસારી ના ખેરગામ માં દુષ્કર્મ અને લવજેહાદ કેસ મુખ્ય આરોપી અસીમ શેખ ધરપકડ બાદ મિત્ર માટે યુવતી સાથે લગ્ન કરનાર હત્યા આરોપી એવા રોનક પટેલની ધરપકડ કરાઈ
- Local News
- July 6, 2023
- No Comment
ધર્મ અલગ હોવાથી લગ્ન કરી વિવાદ ન થાય તે માટે અસીમ શેખે પિડિતા તેના મિત્ર હત્યાના આરોપી એવા રોનક પટેલ સાથે લગ્ન કરાવ્યા
નવસારી જિલ્લા ખેરગામ ખાતે લવજેહાદ કેસ મુખ્ય આરોપી અસીમ શેખ નવસારી જિલ્લાના ચકચારી દુષ્કર્મ કરનાર તેમજ લવજેહાદ કેસના માં પોલીસે અસીમ શેખ બાદ રોનક પટેલની એલ.સી.બી ધરપકડ કરી લીધી છે. પીડિતાને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ ગુજારનાર અસીમ પીડિતા એવી ફરિયાદી સાથે લગ્ન કરવા માગતો હતો.
પરંતુ, પીડિતા અને આરોપીનો ધર્મ અલગ હોય જો લગ્ન થશે તો બાદમાં વિવાદ થાય તેમ હોય અસીમે બળજબરી પૂર્વક પીડિતાને હત્યાના આરોપી એવા રોનક પટેલ સાથે લગ્ન કરાવ્યા હતા. જેથી પોલીસે હવે અસીમ બાદ લગ્ન કરનાર રોનક પટેલ ની પણ નવસારી એલ.સી.બી ધરપકડ કરી છે.
નવસારી જિલ્લા ના ખેરગામ પંથકની એક યુવતી જે સગીરવયની હતી. ત્યારે યેનકેન પ્રકાર તેના નંબર મેળવી અસીમ શેખ નામના યુવકે તેની સાથે મિત્રતા કરી વારંવાર દુષ્કર્મ કરતી વખતે અંગતપળના વીડિયો બનાવી લીધા હતા અને ત્યારબાદ વાઈરલ કરવાની ધમકી આપી સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.
અસીમ શેખ પીડિતા સાથે લગ્ન કરવા માગતો હતો. પરંતુ, જો પોતે લગ્ન કરશે તો બંનેના ધર્મ અલગ હોવાના કારણે વિવાદ થશે તે ડરના કારણે તેને પીડિતાને ડરાવી ધમકાવીને હત્યા કેસના આરોપી એવા રોનક સાથે લગ્ન કરાવ્યા હતા.યુવતી ખેરગામ પોલીસ મથકે ફરિયાદ આપ્યા બાદપોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંધવી ને ફરિયાદી અને પરિવારજનોએ ફરિયાદા કરતા સી.પી.આઈ પાસેથી લઈને નવસારી એલ.સી.બી ટીમ તપાસ સોંપાતા આ કેસમાં મુખ્ય આરોપી અસીમ શેખ અને રોનક પટેલ સામે પોલીસે મુખ્ય આરોપી અસીમ શેખની ધરપકડ કર્યા બાદ નવસારી એલ.સી.બી આજરોજ રોનક પટેલની પણ ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર મામલામાં મહિલા વકીલ સહિત લગ્ન કરાવનાર મહારાજની ભૂમિકા અંગે હવે પોલીસે તપાસ શરૂ કરી છે.