નવસારી “સંસ્કારી નગરી” આપનું સ્વાગત નહિં પરતું “ખાડા નગરી” નવસારી આપનું હાર્દિક સ્વાગત છે.

નવસારી “સંસ્કારી નગરી” આપનું સ્વાગત નહિં પરતું “ખાડા નગરી” નવસારી આપનું હાર્દિક સ્વાગત છે.

નવસારી શહેર સહિત તાલુકામાં માત્ર આ વર્ષે 22 ઈંચ વરસાદ નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓના ધોવાણ અને નવસારી શહેર “ખાડા નગરી” બની

નવસારી એટલે સયાજી નગરી, સંસ્કારી નગરી,વાંચન નગરી નહિં પરંતું ખાડા નગરી તરીકેનું ઉપનામ આપવું યોગ્ય ગણાશે.હાલ વરસાદ ઋતુની શરૂઆત થઈ છે.તેની સાથે શહેરીજનો સતત મુશ્કેલીઓ સામનો કરવો પડે છે.

નવસારીવિજલપોર નગરપાલિકા વિસ્તારમાં નવસારી શહેરની જનતાએ ખોબે ખોબા ભરીને મતો આપી 51 જેટલી વિક્રમ સર્જક સીટો આપી પરતું નવસારી શહેરની જનતા એક સારા રસ્તાઓ પણ આપી શકી નથી.

નવસારીવિજલપોર નગરપાલિકા વિસ્તાર શહેરના મુખ્ય માર્ગ ખાડાઓ ખાડાઓ કાલીયાવાડી કલેકટર થી જુનાથાણા હોય કે જુનાથાણા થી કોર્ટ કે ડેપો એસ.પી ઓફિસ કે ટાવર થી વિરાવળ કે ટાવર થી સ્ટેશન જવાનો માર્ગ જ્યાં જુઓ ત્યાં બસ ખાડા ખાડા રસ્તાઓ બેહાલ હાલતમાં છે. જુનાથાણા થી સયાજી વૈભવ લાઇબ્રેરી પણ અનેક ખાડાઓ શહેરવાસીઓ કમર દુખાવો કે જેનું શરીર દુખાવો દૂર કરવાની જગ્યાએ વધારો કરવો હોય તો શહેરમાં મોટર સાયકલ કે કાર લઇ નીકળો ખબર પડે.

શહેરની જનતાએ ત્રાહિમામ પોકારી ગઈ છે. નવસારી ટાઉન શહેરીબાવાઓ કે ચીફ ઓફિસર પ્લાનિંગ ઓફિસર હોય જુના રસ્તાઓ ઉપર રી કાર્પેટીંગ કરીને શહેરના નવા રસ્તાઓ આપી ને વિકાસ વાતો કરે છે.ઘણા શેરી( મોહલ્લા) અને સોસાયટીઓ તથા મુખ્ય માર્ગ એવા હાલ થઈ ગયા છે. ઘણા રસ્તાઓ એવા થઈ બની ગયા કે રસ્તાઓ ઉચા અને મકાન તેમજ દુકાનો નીચા થઈ ગયા છે. થોડો વરસાદ વર્ષે નહિં પાણી અંદર ધુસી જાય છે.

સુધરાઈ સભ્યો હોય કે અધિકારીઓ હોય શા માટે ર પાણી નિકાલ કે ઢાળ આપ્યા વગર આડેધડ બનાવવામાં આવી રહ્યા છે. શા માટે રસ્તાઓ ખોદી બનાવવામાં આવે તો વધુ લાંબો સમય ટકી શકે છે.શહેરની જનતા આપને અગવડ ભોગવવા તૈયાર છે. પણ સારા રસ્તાઓ આપે તેવું શહેરવાસીઓ કહી રહ્યા છે

 

ખાડા નગરી નવસારીમાં વરસાદની ઋતુમાં ઠેક ઠેકાણે કામ ચલાવ હંગામી ધોરણે ખાડો પુરવાની કામગીરી યુદ્ધના ધોરણે થવી જોઈએ. જેની સદંતર ઉપેક્ષા માઇનોર રીપેરીંગ વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે. ગુજરાતની સૌથી મોટી નગરપાલિકા એમ કહેવામાં પણ ખુશ થઈએ છીએ.

 

પરંતુ ગુજરાતની સૌથી વધુ ખાડા વાળી નગરપાલિકા એમ ચલાવી લેવામાં આપણને જરા પણ શરમ નથી. વૃદ્ધોના હાડકા ભાગે પ્રસુતાને વિના હોસ્પિટલે પ્રસુતિ થઈ જાય વાહનો ભાંગી તૂટીને ભુક્કો થઈ જાય તો પણ નવસારી રુવાડું ફરકતું નથી. જિલ્લા કલેકટરે પણ વડા મથક નવસારીની વર્ષાઋતુ દરમિયાન હંગામી ધોરણે ખાડા પુરાઈ માટે પાલિકા તંત્રનો કાન આમળવો રહ્યો તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *