
લાયન્સ ક્લબ નવસારી ૬૭ મો પદગ્રહણ સમારંભ યોજાયો
- Local News
- July 7, 2023
- No Comment
નવસારીમાં છેલ્લા ૬૬ વર્ષથી સેવાકીય ક્ષેત્રે સક્રીય લાયન્સ ક્લબ નવસારીનો ૬૭મો પદગ્રહણ સમારંભ વિદાય લેતા પ્રમુખ લા. આશા પટેલના પ્રમુખ પદ હેઠળ યોજાયો હતો.
૬૭માં પ્રમુખ તરીકે ૩૨ વર્ષના તરવરીયા યુવાન લા. સંમ્કીત શ્રીશ્રીમાલ, મંત્રી તરીકે લા. હિતેશ પવાર અને ખજાન્ચી તરીકે લા. વસંત શાહ અને સમગ્ર ટીમની શપથવિધિ ભૂતપૂર્વ ડીસ્ટ્રીક્ટ ગવર્નર લા. જયેશ ઠક્કરે કરાવી હતી.
આ પ્રસંગે શહેરના અગ્રગણ્ય સમાજ સેવક ભુરાભાઈ શાહ તેમજ નવસારી નગરપાલીકાનાં પ્રમુખ જીગીશભાઈ શાહ તેમજ અન્ય અગ્રગણ્ય મહાનુભાવો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. આભારવિધિ મંત્રી હિતેશ પવારે કરી હતી અને સભા સંચાલન લા.રાજેશ્રી ખરાદી તેમજ લા.સોનીયા પટેલે કર્યું હતું.