નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ

નવસારીજિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ, કાલિયાવાડી, નવસારી ખાતે યોજાઇ હતી. બેઠકમાં નવસારી કલેકટર અમિત પ્રકાશ યાદવે સંકલનમાં રજૂ થયેલા પ્રશ્નો પરત્વે સંબંધિત વિભાગોને તાકિદે કાર્યવાહી પૂર્ણ કરી તેમને લેખિત જવાબ રજુ કરવાની સૂચના આપી હતી. સાથે રાજ્યવ્યાપી સ્વચ્છતા હી સેવા અભિયાન તથા ગરીબ કલ્યાણ મેળાની કામગીરી સંદર્ભે જિલ્લા વહીવટી તંત્રના સલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને માર્ગદર્શન તથા સૂચનો પુરા પાડ્યા હતા .

સંકલન બેઠકમાં નિયમિત મુદ્દાઓ એ.જી.ઓડિટ પેરા, સરકારી લેણાંની વસુલાત, તુમાર સેન્શસ, નાગરીક અધિકાર પત્ર અન્વયે મળતી અરજીઓ, પેન્શન કેસનો નિકાલ સહિતના પ્રશ્નોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ્લતા, નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ , વાંસદા પ્રયોજના વહીવટદાર સુરેશ આનન્દુ ,નિવાસી અધિક કલેકટર કેતન જોષી, પ્રાંત અધિકારીઓ તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *