
નવસારી જીલ્લા એથ્લેટીકસ મીટ અને જીલ્લા ટીમ પસંદગી યોજાઈ
- Sports
- December 18, 2023
- No Comment
નવસારી જીલ્લા એથ્લેટીકસ એસોસિએશન દ્વારા સર સી.જે એન ઝેડ મદ્રેસા હાઈસ્કૂલ, નવસારી ખાતે નવસારી જીલ્લા એથ્લેટીક મીટ અને પસંદગી સ્પર્ધા યોજાઈ જેમાં સમગ્ર જીલ્લા માંથી નવસારી, વાંસદા, કુકેરી, બીલીમોરા, ચીખલી, ધારાગીરી સ્કૂલ ના 160 જેટલા ખેલાડી ભાઈઓ અને બહેનો એ આ સ્પર્ધા માં ભાગ લીધો હતો.
સ્પર્ધા ના ઉદ્ધઘાટન પ્રસંગે ડો. અજયભાઇ મોદી, એ ડી પટેલ, આચાર્ય બોમી જાગીરદાર, આચાર્ય મરઝબાન પાત્રાવાલા, આચાર્ય ડાલી બરયા, ડો. રૂસ્તમ સદરી ઉપસ્થિત રહી ખેલાડીઓને આશીર્વચનો આપી શુભેચ્છા પાઠવી હતી. આ સ્પર્ધા દરમ્યાન એથ્લેટીક્સ ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા ગાંધીનગર, ગુજરાત ખાતે યોજાનાર 19 મી નેશનલ ઈન્ટર ડીસ્ટ્રીકટ જુનિયર એથ્લેટીકસ મીટ માટે નવસારી જીલ્લા ટીમ ની પસંદગી પણ કરવામાં આવી હતી.
સ્પર્ધા ના અંતે એસો. પ્રમુખ ડો. મયુર પટેલ, મંત્રીશ્રી ડૉ. રૂસ્તમ સદરી અને પંચો દ્વારા વિજેતા ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્રો દ્વારા નવાજવામાં આવ્યા હતા, સમગ્ર સ્પર્ધાનું સફળ સંચાલન અને પંચો તરીકે પ્રો. કપીલ ખલાસી, ડો. સંજય પટેલ, પ્રો. વિપુલ ખાલસી, ડો. વિજેશ પટેલ, પ્રો. ચિરાગ ટંડેલ, ચિરાગ ચાંપાનેરી, શેખ અબ્દુલ, યસ માધવાણી, જીતેશ પટેલ, ચંદ્રેશ રાઠોડ, રાજેશ પટેલ, આદિલ બીલીમોરીયા, અબ્દુલ શેખ અને શીતલ પટેલે સેવા આપી હતી.
અંતે મેહમાનો દ્વારા તમામ પસંદગી પામેલ ખેલાડીઓને રાષ્ટ્રીયસ્તરે ગુજરાત રાજ્ય અને નવસારી જીલ્લાનું નામ ગૌરવંતું કરે એવી શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતા.