નવસારી ખાતે ખેલો ઈન્ડિયા વુમન્સ ફૂટબોલ લીગ ૨૦૨૩-૨૪ નો પ્રારંભ થયો
- Sports
- December 23, 2023
- No Comment
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય -ભારત સરકાર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશન ના સંયુક્ત ઉપક્રમે ખેલો ઈન્ડિયા વુમન્સ ફૂટબોલ લીગ ૨૦૨૩-૨૪ નું કે.વી.એસ. હાઈસ્કૂલ, ખારેલ, ગણદેવી ખાતે યોજવામાં આવી છે.
જેના ઉદ્ઘાટન પ્રસંગે સમારંભ ના પ્રમુખ તરીકે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન – બીચ સોકર કમિટી ના ચેરમેન જીગ્નેશભાઈ પાટીલ, મુખ્ય મહેમાન તરીકે એમ.એલ.એ. રાકેશભાઈ દેસાઈ, ભારતીય જનતા પાર્ટી – નવસારી જીલ્લાના પ્રમુખ ભુરાલાલભાઈ શાહ, જીલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ ના બક્ષીપંચ મોરચાના મહામંત્રી ડૉ. સનમ પટેલ, નવસારી ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશન ના પ્રમુખ હિતેશભાઈ પટેલ, કે.વી.એસ. સ્કુલ ના આચાર્ય ડૉ. વીરલભાઈ પટેલ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ગાંધીનગર ના ઈન્ટરનેશનલ કોચ જગનારાયણ સીંગ નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.ખેલાડીઓને આશીર્વચનો આપ્યા હતા સાથે પ્રોત્સાહિત કર્યા હતા.
આ સ્પર્ધામાં ૧૭ વર્ષ ની અંદર ની બહેનોની કેટેગરીમાં ૬ ટીમના કુલ ૯૬ સ્પર્ધક બહેનો ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધા તારીખ 23 ડીસેમ્બર 2023 થી 13 જાન્યુઆરી સુધી દર શનિવાર અને રવિવારે ના રોજ મળી કુલ 30 લીગ મેચ યોજાશે. અને ફાયનલ મેચ ના વિજેતા ટીમ ને રુપિયા ૫૦,૦૦૦ તથા રનર્સઅપ ટીમ ને રુપિયા ૩૦,૦૦૦ નુ ઈનામ આપવામાં આવશે.
આ લીગ સ્પર્ધામાં ઓફીશીયલ્સ (પાંચો) તરીકે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન ની ટીમ ફરજ બજાવશે. ઉદ્ઘાટન સમારંભ નું સંચાલન અને સ્પર્ધાનું સુચારુ સંચાલન કબીરભાઈ ગીરી, યગનેશ જાવરે, આશુતોષ ગૌસ્વામી અને આલોક યાદવ દ્વારા કરવામાં આવી રહયું છે. સમગ્ર નવસારી જીલ્લા ના રમતપ્રેમીઓ તથા નગરજનોને ઉપસ્થિત રહી આ સ્પર્ધા માં ભાગ લેનાર બહેનોને પ્રોત્સાહિત કરવા માટે નવસારી જિલ્લા ની જનતા અપીલ કરવામાં આવી છે.
