
દીકરાની હેરાનગતિથી કંટાળીને મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈન નવસારી ટીમની મદદ લીધી
- Local News
- December 26, 2023
- No Comment
નવસારી જિલ્લામાથી એક મહિલાનો ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમને કોલ કરીને જણાવ્યું હતું કે, તેમનો દીકરો હેરાન કરે છે અને ઘર ની બહાર કાઢી મુકી છે ઘરમા જવા દેતા નથી અભાયમ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી યોગ્ય કાઉન્સિલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.
૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમને મળતી માહિતી મુજબ મહિલા મજૂરી કરી ઘર ચલાવે છે અને તેમનો દીકરો કંઇપણ કામ ધંધો કરતો નથી અને નશાની હાલતમાં રહે છે તેમના દીકરાની એક દીકરી પણ છે તેમનું પણ ધ્યાન રાખતાં નથી અને ઘરમા આવીને મારઝૂડ કરે છે તેમની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા છે છતાં પણ ત્યાં રહેવા જાય છે અને દીકરીની માંગ કરે છે. અભયમ ટીમે દીકરાને પૂછતા જણાવેલ કે મારી દીકરી આપતી નથી એની પાસે રાખે છે મને મારી દીકરી સાથે જોઇએ તેમ જણાવ્યું હતું.
જેથી તેમને સમજાવ્યું કે તમે નશામાં રહો છો તો છોકરી નું ધ્યાન કોણ રાખશે તમારી દીકરી ને પૂછો જો તમારી સાથે રહેવા માંગતી હોય તો રાખી શકો છો જેથી દીકરીને પૂછતા તેમને જણાવેલ કે માટે ભણવું છે અને મારા પિતા મને ભણવા દેતા નથી મજૂરી મોકલે છે જેથી હું મારી નાની સાથે રહેવા માંગુ છું જેથી તેમના પિતાને સમજાવેલ કે તમે સાથે રહો પરંતુ તમારી દીકરી નું ભવિષ્ય બને છે તો શા માટે બગાડો છો હવે પછી તમારી મા ઉપર હાથ ઉપાડવો નહિ અને નશો કરી ઘરમા ઝઘડા કરવા નહિ તેમ સમજાવતા સમજી ગયો હતો અને સ્થળ પર સલાહ અને માર્ગદર્શન આપી સુખદ સમાધાન કરાવ્યું હતું.