ઉતરાયણ તહેવાર દરમિયાન ચાઈનીઝ માંઝા, ચાઈનીઝ તુક્કલ, નાઈલોન પ્લાસ્ટિક દોરી, કાચ પીવરાવેલી દોરી પર પ્રતિબંધ
- Uncategorized
- December 26, 2023
- No Comment
આગામી દિવસોમાં આવી રહેલા ઉતરાયણ તહેવારને લઈને ચાઈનીઝ માંઝા, તુક્કલ, નાઈલોન પ્લાસ્ટિક દોરી, કાચ પીવરાવેલી દોરી પર અમરેલી જિલ્લામાં પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) કલમ-૧૪૪ અંતર્ગત અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ચાઈનીઝ માંઝા, તુક્કલ, નાઈલોન પ્લાસ્ટિક દોરી, કાચ પીવરાવેલી દોરી તેમજ અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી ઉપરાંત પતંગ ચગાવવા માટે અન્ય હાનિકારક પદાર્થો જેમ કે, સિન્થેટિક માંઝા અથવા ધાતુના તાર કે મેગ્નેટિક ઓડીયો ટેપનો ઉપયોગ પ્રતિબંધિત છે. આ પ્રકારની સામગ્રી કોઈ વેપારી, વ્યક્તિ કે સંસ્થાએ ખરીદ, વેચાણ, બક્ષિસ કે ભેટ સ્વરુપે મેળવવો કે ઉપયોગ કરવો નહીં. જાનનું જોખમ થાય તે રીતે કોઈપણ વ્યક્તિએ જાહેરમાર્ગો, રસ્તા, ફૂટપાથ તેમજ ભયજનક હોય તેવી અગાસી પર પતંગ ઉડાવવા કે પકડવા દોડવું નહી.
જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણ લખવા નહીં, જાહેરમાર્ગો ઉપર પશુઓ માટે ઘાસચારો વેચાણ કરવા ઉપરાંત ગાય કે, પશુઓને ઘાસચારો નાંખી ટ્રાફિક અવરોધ ઉભો કરવો નહીં. જાહેર જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા નહીં. આ જાહેરનામું તા.૧૫ ડિસેમ્બર, ૨૦૨૪ના દિવસ સુધી અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર ધ ઇન્ડિયન પીનલ કોડ કલમ-૧૮૮ અંતર્ગત સજાને પાત્ર થશે.