નવસારી જિલ્લા આંતર શાળાકીય શ્રી વજીફદાર ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૩ ધી ડી. કે. ટાટા હાઇસ્કુલ ચેમ્પિયન બની
- Sports
- December 27, 2023
- No Comment
નવસારી જિલ્લા આંતર શાળાકીય વીરબાઈજી વજીફદાર ક્રિકેટ ટુર્નામેન્ટ નવસારી મદ્રેસા હાઈસ્કૂલના આયોજન હેઠળ ચાલુ સાલે ૧૨ ટીમો એ ભાગ લીધો હતો.
જેમાં નવસારી ટાટા હાઈસ્કૂલ પ્રથમ મેચ ડિવાઇન હાઇસ્કુલ સામે રમતા ડિવાઇન સ્કૂલ 52 રનમાં ઓલ આઉટ સાથે ટાટા સ્કૂલ ટીમે 02 વિકેટ ફક્ત 06 ઓવરમાં વિજેતા બની હતી. બીજી મેચ કોન્વેન્ટ હાઇસ્કુલ સામે ટાટા સ્કૂલે પ્રથમ બેટિંગ કરતાં
133 રન (10) ઓવરમાં કર્યા હતા સામે કોન્વેન્ટ સ્કૂલ 33 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ફાઇનલ મેચ નવસારી હાઇસ્કુલ સામે રમતા નવસારી હાઇસ્કુલ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ફક્ત 16 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ટાટા હાઈસ્કૂલની ટીમે 5 ઓવરમાં વિજયી રન બનાવી સતત 10 મા વર્ષે પણ ચેમ્પિયન શિલ્ડ જાળવી રાખ્યું હતું.
મેચના અંતે ટાટા સ્કૂલના કેપ્ટન બેસ્ટ બેટ્સમેન પ્રિન્સ પટેલ, બેસ્ટ બોલર અને મેન ઓફ ધ મેચ ટાટા સ્કૂલનો લેગબ્રેક રીંકેશ પટેલ અને દેવ આહીર સમગ્ર ટુર્નામેન્ટમાં 11 કેચ કર્યા હતા. તેને બેસ્ટ ફિલ્ડરની ટ્રોફી મળી હતી.
શાળાની ટીમમાં પ્રિન્સ, આયુષ, હર્ષ, રીંકેશ, અંકિત, દેવ આહીર, અભય, ક્રીશ, મોહિત, નીલ, રિકીન, સિદ્ધાર્થ, અભી આહીર, માઝ નૈસરકા હતા.
શાળાની ટીમને આચાર્ય બોમી જાગીદારના માર્ગદર્શન હેઠળ વ્યાયામ શિક્ષક ફરેદુન મિર્ઝા અને આદિલ બીલ્લીમોર્યાના કોચિંગ હેઠળ તાલીમ આપી હતી. ટીમને શાળાના શિક્ષક ગણ તથા શહેરીજનોએ અભિનંદન પાઠવ્યા હતા.
ટુર્નામેન્ટની શરૂઆતથી આજદીન સુધી (છેલ્લા ૧૦ વર્ષથી) ટાટા હાઇસ્કુલ ચેમ્પિયન જાળવી રાખી