ચીખલી માં કલર પ્રિન્ટર માંથી ડુપ્લીકેટ ચલણી નોટો બનાવતો એક આરોપી નકલી ચલણી નાણાં સાથે ઝડપાયો
- Local News
- December 27, 2023
- No Comment
નકલી ચલણી નોટ છાપી ઝડપી પૈસાદાર થવા માટે નુસખાઓ અજમાવતા લોકો મોટાભાગે પોલીસના હાથે ઝડપાઇ જતા હોય છે. નવસારી જિલ્લામાં ભૂતકાળમાં પણ આવા નકલી ચલણી નોટો કેટલાય કેસ પોલીસ ચોપડે નોંધાયા છે ત્યારે ફરી એકવાર નવસારીના ચીખલી વિસ્તારમાંથી કલર પ્રિન્ટર પર સ્કેન કરી ભારતીય બનાવટ ની નકલી ચલણી નોટ વટાવે તે પહેલા જ નવસારીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ધ્વારા એક આરોપીને ઝડપી પાડયો છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના તળાવચોરા ગામે મોટા ફળિયામાં રહેતો તેજસ સુરેશભાઈ ચૌહાણ પોતાના મકાનમાં કલર પ્રિન્ટર વડે નકલી ભારતીય ચલણી બનાવેલ જુદાજુદા દરની બનાવટી ચલણી નોટ સાથે સ્કેનર મળી આવ્યું હતું. નોટ સ્કેન કરી તેને અસલ દેખાય તે રીતે આકાર આપતો તેમજ જરૂરી કારીગરીઓ કરતો હતો. જેમાં તેની પાસેથી 200ના દરની 56 અને 100ના દરની 6 મળી કુલ 62 મળી કુલ 11800 ની કિંમતની ભારતીય નકલી ચલણી નોટ મળી આવી હતી. પોલીસે નોટ સ્કેનર મળીને કુલ 10100 નો મુદ્દા માલ સાથે તેને ઝડપી પાડ્યો છે.
તેજસ ચૌહાણ ભૂતકાળમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો હતો ઝડપી પૈસા કમાવવાની લાલચમાં તેણે ભારતીય ચલણી નોટો સ્કેન કરી કલર પ્રિન્ટર વડે A-4 પેજમાં નોટો છાપી હતી. આ નોટો તે બજારમાં વટાવવાનો પ્રયાસ કરે તે પહેલા જ બાતમીના આધારે નવસારી એસ.ઓ.જી ટીમના હાથે ઝડપાઈ ગયો હતો. આ બનાવટી ચલણી નોટો કેસ અંગે તપાસ ચીખલી પોલીસને સોંપવામાં આવી છે આ કેસમાં અન્ય આરોપી તેની સાથે અન્ય લોકો આમાં સંકળાયેલો છે કે કેમ તે અંગે તપાસમાં ખુલાસો થશે.