
નવસારી જિલ્લાનું ગૌરવ વધારતા ડોક્ટર અજય મોદી
- Sports
- February 10, 2024
- No Comment
નવસારીના ખ્યાતનામ સ્કીન સ્પેશિયાલિસ્ટ (ડર્મેટોલોજિસ્ટ) ડોક્ટર અજય મોદી કે જેઓ સતત રમત ગમત સાથે સંકળાયેલા રહે છે અને સ્પોર્ટ્સની પ્રવૃતિમાં ભાગ લેતા રહે છે. દર વર્ષે TMM – TATA MUMBAI MARATHON જાન્યુઆરી મહિનાના ત્રીજા રવિવારે મેરેથોન દોડ સ્પર્ધા યોજાતી હોય છે. જેમાં દેશ-વિદેશથી અનેક એથ્લેટ-રનર્સ ભાગ લેતા હોય છે. જેમાં હાફ મેરેથોન 21 km ફુલ મેરેથોન 42.195 km સ્પર્ધા યોજાતી હોય છે.
આ સ્પર્ધા ઇન્ડિયા તથા એશિયાની સૌથી મોટી સ્પર્ધામાં ગણતરી થાય તથા દુનિયાની સૌથી 10 મહત્વની મેરેથોનમાં પણ સ્થાન ધરાવે છે. જેમાં લગભગ 50000 જેટલા સ્પર્ધકો ભાગ લેતા હોય છે. આ વર્ષે ડોક્ટર અજય મોદી ટાટા મેરેથોનમાં ભાગ લઈ 42-95 કિલોમીટરની દોડ 4.58 કલાકમાં પૂરી કરી નવસારીનું ગૌરવ વધાર્યું છે. એમણે 2017માં રનીંગ કેરિયર શરૂ કરી અનેક મેરેથોન સ્પર્ધામાં ભાગ લેતા આવ્યા છે. આ માટે તેઓ 3 થી 4 મહિનાની સખત મહેનત કરતા હોય છે. સવારે 3 થી 4 વાગે ઉઠી 2 થી 4 કલાકનું રનીંગ પ્રેક્ટિસ કરતા હોય છે.
આ રીતે 59 વર્ષની ઉંમરે 42-95 km ની દોઢ પૂરી કરવી એ પણ ખૂબ જ ગૌરવની વાત છે. આ માટે એમના સાયકલિંગ મિત્રો બોમી જાગીરદાર, પરસી સુરતી, વિરાફ પીઠવાલા, મયુર પટેલ (પી.આઇ.) હરિશ ટંડેલ, શીતલ શાહ તથા રુનાહોલીક્સ ગ્રુપ પુણે ના મેન્ટર ગુરુ ડોક્ટર યોગેશ સાતવ તથા ડોક્ટર આશિષભાઈ કાપડિયા (સુરત) તથા ફેમિલી મેમ્બર તથા નવસારી રનર્સ મધર ગ્રુપનો ખુબ મોટો સહયોગ મળ્યો છે.
સપ્ટેમ્બર–2023 માં સતારા હીલ મેરેથોન 21 કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લઈ સિલ્વર મેડલ મેળવી નવસારીનું નામ ભારત ભરમાં ગુંજતું કર્યું હતું. નવસારીના તમામ શહેરીજનોએ એમને અભિનંદન પાઠવ્યા છે.