નવસારીના પીએમ મિત્ર પાર્કથી ‘પ્લગ એન્ડ પ્લે’ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે, સર્ક્યુલર ઈકોનોમીને વેગ મળશેઃ વીવર્સ સોસાયટી પ્રમુખ
- Local News
- February 20, 2024
- No Comment
આ ઈન્ટિગ્રેટેડ પાર્કમાં અંદાજે રૂ.૧૦,૦૦૦ થી રૂ. ૧૫,૦૦૦ કરોડના રોકાણની શક્યતા:એક જ છત નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગ થી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન બનશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘પી.એમ. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજીયન એન્ડ એપેરલ-PM MITRA) પાર્ક’નો કાર્યક્રમ આગામી તા.૨૨ ફેબ્રુઆરીના રોજ તેમની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યો છે ત્યારે આ પાર્કથી વીવીંગ ઈન્ડ્રસ્ટીઝને સીધો ફાયદો થનાર છે. જે અંગે વિવીંગ સોસાયટીના પ્રમુખે પીએમ મિત્ર પાર્કને કાપડ ઉદ્યોગ માટે ઐતિહાસિક કદમ ગણાવ્યું છે.
દેશભરના ટેક્સટાઈલ ઉદ્યોગમાં સુરત મોખરે છે ત્યારે પીએમ મિત્ર પાર્ક અંગે પાંડેસરા વિવર્સ કો.ઓ. સોસાયટીના પ્રમુખ અને ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્રસ્ટીઝના માજી પ્રમુખ આશિષભાઈ ગુજરાતી જણાવ્યું કે, નવસારીમાં પીએમ મિત્ર પાર્કમાં CETP અને ટર્શરી ટ્રીટમેન્ટ સાથે વિવીંગ, જીનીંગ, સ્પિનિંગ, ગાર્મેન્ટિંગ, ટેક્નિકલ ટેક્સટાઇલ અને વીવિંગ એકમોનો સમાવેશ થશે.

આ સિવાય ડાઇંગ અને પ્રિન્ટિંગ એકમોનો પણ સમાવેશ થશે. આ ઈન્ટિગ્રેટેડ પાર્કમાં અંદાજે રૂ.૧૦,૦૦૦ કરોડથી વધુના રોકાણોની શક્યતા છે, પરંતુ મારા અંદાજ મુજબ રૂ. ૧૫,૦૦૦ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ થશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે બિઝનેસ કરવા માટે સરળતા સાથે રોકાણકારોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું છે. પી.એમ. મિત્ર પાર્કમાં એક જ છત નીચે વિવિધ યુનિટો હોવાથી ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન બનશે.

પી.એમ. મિત્ર પાર્કથી નવસારી જિલ્લામાં વિશ્વ કક્ષાનું ‘પ્લગ એન્ડ પ્લે’ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે જેનાથી સર્ક્યુલર ઈકોનોમીને વેગ મળશે. પીએમ મિત્ર પાર્ક વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને પરિપૂર્ણ કરી કાપડ ઉદ્યોગના વૈશ્વિક નકશા પર ભારતને અગ્રિમ સ્થાન આપશે. આ ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન ઉદ્યોગના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે અને ૫૦ ટકા સમયની પણ બચત થશે. ફોરેનર બાયર્સ અને મોટી નેશનલ બ્રાંડ પણ પર્ચેસિંગ માટે આ સ્થળને પસંદ કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર સપ્લાઈ અને વોટર ટ્રીટમેન્ટને કારણે ઈન્ડ્રસ્ટીઝને એડવાન્ટેજ મળશે.
વીવર્સને ડાઈંગ અને પ્રિન્ટીંગની સુવિધા મળી રહેશે. વોટરજેટ વીવીંગ ઈન્ડ્રસ્ટ્રીઝને મોટો ફાયદો થશે. હાલમાં ૩૦ હજાર રજિસ્ટર્ડ વીવીંગ યુનિટ છે અને સુરતમાં સવા લાખ હાઈસ્પીડ વીવીંગ મશીન છે. પીએમ મિત્ર પાર્કથી કાપડ ઉદ્યોગનું મોટા પાયે એક્સ્પાન્શન થશે. હાઈસ્પીડ વીવીંગ મશીન અને લેટેસ્ટ ટેકનોલોજીના મશીનો આવશે. જેથી પીએમ મિત્ર પાર્ક ટેક્સટાઈલ ઉદ્યોગ માટે આશીર્વાદ સમાન ગણાશે.