નવસારી જિલ્લામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી લોકસભા સીટ પરના કાર્યકરો અને બુદ્ધિજીવીઓ સાથે ચર્ચા કરી

નવસારી જિલ્લામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી લોકસભા સીટ પરના કાર્યકરો અને બુદ્ધિજીવીઓ સાથે ચર્ચા કરી

લોકસભા સમાન્ય ચુંટણી ૨૦૨૪ ને લઈને ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા પ્રચારની કામગીરી શરૂઆત કરવામાં આવી છે . જેમાં ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો , દિગ્ગજ નેતાઓ તથા વી.આઈ.પી અવરજવરની  પણ શરૂઆત થઈ ગઈ છે. જે અંતર્ગત નવસારી જિલ્લામાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નવસારી જિલ્લાના સમસ્ત લેઉઆ પાટીદાર સમાજની વાડી ખાતે ૨૫ નવસારી લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકતા સાથેના ‘ બૃહદ બેઠક તથા સંવાદ કાર્યક્રમમાં’ ઉપસ્થિતિ રહ્યા હતા.

આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના ભાજપના અગ્રણીઓ , કાર્યકરો તેમજ વિવિધ ક્ષેત્રોના આગેવાનો હાજર રહ્યા હતા . આ કાર્યક્રમમાં ૨૫ નવસારી લોકસભા સીટ પરથી ગુજરાત ભાજપ પ્રમુખશ્રી સી.આર.પાટીલ ને જંગી બહુમતીથી વિજય અપાવવા માટે કાર્યકર્તાઓ “ WE ARE FOR CR” સાથેના સ્લોગન સાથે સંકલ્પબદ્ધ બન્યા હતા.

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અપેક્ષિત કાર્યકર્તાની બૃહદ બેઠક તથા પ્રભાવિ મતદારો સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો સંવાદ કાર્યકમ યોજાયો છે. આ બેઠકમાં નવસારી લોકસભા મત વિસ્તારના પક્ષના કાર્યકર્તાઓ અને પ્રભાવશાળી નાગરિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.

આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોક કલ્યાણ યોજના અર્થ માહિતગાર કરવામાં આવ્યા હતા. મતદારો સમક્ષ મોદી સરકારની યોજનાઓ સાથે વિકાસ કામો લઈને જવા સાથે ભવિષ્યમાં રાજય અને ભારત સરકારના કામો અર્થે માર્ગદર્શન આપ્યું હતું. આજે દેશના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાને સરકારી યોજનાઓનાં લાભો અપાવવા માટે આદિજાતિ વિસ્તારના ગામેગામ પી.એમ જનમન મહા અભિયાન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે દરેક લાભાર્થીને સ્થળ ઉપર જ લાભ મળી જાય તે માટે વ્યવસ્થા ઊભી કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું કે 2047 સુધીમા વિકસિત ભારત સંકલ્પને હાંસલ કરવા માટે આદિમજૂથ સમુદાયના લોકોનો સર્વાંગી વિકાસ થાય તે પીએમ જનમન અભિયાનનો મુખ્ય હેતુ છે સાથે મતદાતાઓને આકર્ષણ માટે ભારતીય જનતા રાજકીય પક્ષે પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે . ત્યારે આજ રોજ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ નવસારી લોકસભા મત વિસ્તારના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે આગામી ચુંટણીલક્ષી કાર્ય માટે આયોજન તથા અમલીકરણ માટે ચર્ચા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું .

ગુજરાતના અલગ અલગ જિલ્લામાં દિગ્ગજ નેતાઓ અને સ્ટાર પ્રચારકો મુલાકાત લઇ રહ્યા છે . જે અંતર્ગત આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નવસારી જિલ્લાની મુલાકાત લીધી હતી . આ બેઠકમાં ભાજપ કાર્યકર્તાઓ , જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો અને જિલ્લાના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ સાથે સંવાદ અને વાર્તાલાપ કર્યો હતો.

આભાર આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ , નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ , ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ અને નવસારી પ્રભારી જનકભાઈ બગદાણાવાળા પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની નવસારી લોકસભાના પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ નવસારી લોકસભાના સંયોજક અશોકભાઈ ધોરાજીયા, મહામંત્રી અશ્વિનભાઈ પટેલ ગણપતભાઈ મહાલા, જીગ્નેશભાઈ નાયક તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

 

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *