નવસારીમાં સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં સુકન્યા સમૃદ્ધિ લાભાર્થી અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

નવસારીમાં સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં સુકન્યા સમૃદ્ધિ લાભાર્થી અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

સાંસદ સીઆર પાટીલજીના પ્રયત્નોથી લોકસભા વિસ્તારમાં 44000 જેટલી કન્યાઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવી પ્રથમ હપ્તો ભરવામાં આવ્યો

સતત ચોથીવાર લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ સૌ પ્રથમવાર નવસારી ના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ નવસારી ખાતે આવ્યા હતા. સી આર પાટીલ તેમના પ્રયત્નો થકી નવસારી લોકસભા વિસ્તારમાં 44,000 જેટલી કન્યાઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે. લુન્સીકુઈ મેદાન ખાતે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં શહેરના જાણીતા વકીલો ડોક્ટરો ચાર્ટર્ડ એકાઉન્ટ બિલ્ડરો સામાજિક સંસ્થાના ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ સૌને આવકારી આગામી લોકસભામાં સીઆર પાટીલજીને દેશમાં સૌથી વધુ મતોથી જીતાડવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સી આર પાટીલજી સમગ્ર રાજ્યમાં પ્રચાર માટે પ્રવાસ કરવાના હોવાથી નવસારીનો એક એક કાર્યકર્તા સી આર પાટીલ બની આ ચૂંટણીમાં સમગ્ર દેશમાં સૌથી વધુ મતોથી પાટીલ સાહેબને જીતડશે.

સી આર પાટીલ એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે નવસારીને મળેલા ટેક્સટાઇલ પાર્કની વિકાસમાં ખૂબ મોટી ભૂમિકા હશે જ્યારે સુરતમાં દસ લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવે તેમ છતાં સુરત શહેરને પૂર્વ થી બચાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાની વાત કરી હતી સુરતમાં 29 માળનું 5,000 ગાડીઓના પાર્કિંગ વાળુ વહીવટી બિલ્ડીંગ બની રહ્યું છે જે સમગ્ર દેશ માટે એક વિકાસનું મોડેલ બનીને આગળ આવશે. પોતાના વક્તવ્યમાં રાજ્યના કેન્દ્ર સરકારે કરેલા મહત્વના પ્રોજેક્ટની પ્રવૃત્તિ નાગરિકો સમક્ષ યોજનાઓની છણાવટ કરી હતી પોતાને સૌથી વધુ મતોથી જીતાડવા બદલ શહેરીજનોનો આભાર માન્યો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને નવસારીના પ્રભારી જનકભાઈ પટેલ,ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, લોકસભાના પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ ,લોકસભાના સંયોજક અશોકભાઈ ધોરાજીયા મહામંત્રી અશ્વિનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

સાંસદ સીઆર પાટીલજીના પ્રયત્નોથી લોકસભા વિસ્તારમાં 44000 જેટલી કન્યાઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવી પ્રથમ હપ્તો ભરવામાં આવ્યો

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *