નવસારી કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં અત્યાધુનિક ઓડિટોરિયમ માટે ત્રણ કરોડનું માતબર દાન મળ્યું

નવસારી કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં અત્યાધુનિક ઓડિટોરિયમ માટે ત્રણ કરોડનું માતબર દાન મળ્યું

સમગ્ર દેશ તથા દુનિયાભરમાં નવસારી કૃષિ યુનિવર્સિટી કૃષિ સંશોધનો અને શિક્ષણ કાર્ય માટે જાણીતી છે આધુનિક ઓડિટોરિયમ નિર્માણ માટે મૂળ ગુજરાતી અને મુંબઈની એનજીઓ દ્વારા ત્રણ કરોડનો ચેક યુનિવર્સિટીને દાન આપી વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્યને બનાવવા તેમજ દેશ અને દુનિયામાં પોતાનું પ્રતિનિધિ કરી શકે તેવા આશય સાથે અત્યાધુનિક ઓડિટોરિયમ નિર્માણ થશે

દેશ દુનિયાભરમાં ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત કરેલ એવી જગતના તાત તેમજ અન્ય જુદા જુદા વિષયો ઉપર અભ્યાસ કરાવતી નવસારી કૃષિ મહાવિધાલયની યશ કલગીમાં વધુ એક મોરપીછું ઉમેરાવા જઈ રહ્યું છે. નવસારી કૃષિ મહાવિધાલય દીર્ઘદ્રષ્ટા કુલપતિ ડો. ઝીણાભાઈ પી પટેલની કામગીરી અંગે કુશળ અને પારદર્શક વહીવટથી પ્રેરાઈને કૃષિ ઓજારો બનાવતી ભારતની અગ્રગણ્ય અસ્પી ગ્રુપ ઓફ કંપનીઝ અને અસ્પી ચેરીટેબલ ટ્રસ્ટ મલાડ, મુંબઈ દ્વારા નવસારી કૃષિ મહાવિધાલયમાં અંદાજીત 1100 લોકોની કેપેસિટી તેમજ અદ્યતન સુવિધાસભર ઓડિટોરિયમ માટે ત્રણ કરોડ રૂપિયાનું માતબર દાન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ડો. શરદભાઈ પટેલ અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર કિરણભાઈ પટેલ દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝીણાભાઈ પી પટેલને ગતરોજ અસ્પીની ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગમાં મુંબઈ ખાતે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો..

નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તેમજ કૃષિ યુનિવર્સિટી પરિવાર ધ્વારા અસ્પી ગ્રુપ ઓફ કંપનીઝનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.આજરોજ કૃષિ યુનિવર્સિટી ખાતે પત્રકાર પરિષદમાં ઝીણાભાઈ પી. પટેલે જણાવ્યું કે અસ્પી ગ્રુપ ઓફ કંપનીઝનો નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે વર્ષોથી એક અનેરો નાતો રહ્યો છે વર્ષો પહેલા પણ એમના દ્વારા અસ્પી બાગાયત કોલેજ, અસ્પી શકીલમ બાયો ટેકનોલોજી કોલેજ અને અસ્પી એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે નવસારી કૃષિ યુનિવર્સિટીને માતબર આર્થિક યોગદાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે.

ફરી એકવાર નવસારી કૃષિ યુનિવર્સિટીના નયન રમ્ય કેમ્પસ ખાતે અસ્પી ગૃપના સહયોગ થકી આગામી સમયમાં નિર્માણ પામનાર અદ્યતન ઓડિટોરિયમ થકી સમગ્ર વિદ્યાર્થી આલમને અનેરી ભેટ મળશે. યુનિવર્સિટીના આગામી સમયમાં નિર્માણ પામનાર પદવીદાન સમારંભ, વિચાર ગોષ્ટિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વૈજ્ઞાનિક મેળાવડા, અન્ય પ્રવૃત્તિઓ થકી જુદા જુદા વિષયો ઉપર અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે આ ઓડિટોરિયમ એક અણમોલ નજરાણું બની રહેશે આ જાહેરાત થકી સમગ્ર વિદ્યાર્થી આલમ તથા કૃષિ પરિવારમાં આનંદ અને હર્ષની લાગણી થકી કુલપતિ ડો. ઝેડ. પી. પટેલે તમામ શ્રેષ્ઠ પ્રયત્નો કરવા યુનિવર્સિટી અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ઓડિટોરિયમ કાર્યાન્વિત કરવા આહવાન કર્યું હતું.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *