કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન બાદ નવસારીની ૦૪ વિધાનસભા મત વિસ્તાર માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરાઈ

કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન બાદ નવસારીની ૦૪ વિધાનસભા મત વિસ્તાર માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરાઈ

ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ૨૪×૭ સીસીટીવીની નજરમાં નિયત કરેલ સ્ટ્રોંગ રૂમમાં EVM અને VVPAT સુરક્ષિત સંગ્રહ કરવામાં આવશે

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે જિલ્લામાં વિવિધ આગોતરી તૈયારીઓ ચાલી રહી છે. જે અનવ્યે નવસારી જિલ્લામાં કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન બાદ નવસારીની ૦૪ વિધાનસભા મત વિસ્તાર માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી હાથ ધરાઇ હતી.

૧૭૪ જલાલપોર મતવિસ્તાર માટે ૩૦૭ બેલેટ યુનિટ, ૩૦૭ કંટ્રોલ યુનિટ, ૩૩૨ વીવીપેટની ફાળવણી, ૧૭૫ નવસારી મતવિસ્તાર માટે ૩૧૦ બેલેટ યુનિટ, ૩૧૦ કંટ્રોલ યુનિટ, ૩૩૪ વીવીપેટ, ૧૭૬ ગણદેવી(એસ.ટી) મતવિસ્તાર માટે ૩૭૬ બેલેટ યુનિટ, ૩૭૬ કંટ્રોલ યુનિટ, ૪૦૬ વીવીપેટની ફાળવણી તથા ૧૭૭ વાંસદા (એસ.ટી) મતવિસ્તાર માટે ૪૦૧ બેલેટ યુનિટ, ૪૦૧ કંટ્રોલ યુનિટ, અને ૪૩૩ વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. આમ, નવસારી જિલ્લાની ૦૪ વિધાનસભાઓ માટે ૧૩૯૪ બેલેટ યુનિટ, ૧૩૯૪ કંટ્રોલ યુનિટ અને ૧૫૦૫ વીવીપેટનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે સહિત ઉચ્ચ અધિકારીઓ તથા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રી ઉપસ્થિતિમાં વેરહાઉસ ખાતે સંગ્રહિત રેન્ડમાઈઝ કરાયેલાં ઈવીએમ-વીવીપેટ મદદનીશ ચૂંટણી અધિકારીઓ (એ.આર.ઓ)ને સુપ્રત કરવામાં આવ્યા હતા. જેને સંબંધિત અધિકારીઓ દ્વારા નિયત કરેલ સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ૨૪×૭ સીસીટીવી ની નજરમાં સંગ્રહ કરવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે સહિત રાજકિય પક્ષોની ઉપસ્થિતિમાં EVM અને VVPATની ફાળવણી કરાઇ

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *