ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ જન્મદિનની ઉજવણી સેવાયજ્ઞથી કરી લોકઉપયોગી કાર્યોથી કર્યું
- Local News
- March 27, 2024
- No Comment
સામાન્ય રીતે મોટાભાગે રાજકીય આગેવાનો કે ધનાઢ્ય લોકો પોતાના જન્મદિવસ મોટાં મોટાં તાયફ કરીને લાખો રૂપિયાના નાણાંનો વ્યય કરતા હોય છે.ત્યારે નવસારીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ પોતાના જન્મદિવસ નિમિત્તે ખોટા ખર્ચાઓ કરીને નહિ પરંતુ પોતાના જન્મદિવસે (સેવા યજ્ઞ ) લોક ઉપયોગી સેવાકીય કાર્ય કરીને ઉજવીને કરી હતી. એક તરફ જ્યાં પોતાના જન્મદિને હોટલ, રેસ્ટોરન્ટ, ફાર્મહાઉસ કે અન્ય જગ્યાઓ ઉપર તાયફાઓ કરી ઉજવણી કરતા નજરે પડે છે ત્યાં બીજી તરફ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈએ આવી ઉજવણીથી દુર રહી લોકોને ઉપયોગી થઈને સાચા અર્થમાં લોકોપયોગી સેવાકીય ભાવને ચરિતાર્થ કર્યો છે.
ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના જન્મદિવસ નવસારી ના બી.આર. ફાર્મ ખાતે એક સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાન, મેડિકલ કેમ્પ તથા નેત્રયજ્ઞ જેવી લોકપયોગી કાર્ય કરવામાં આવ્યા હતા. જેમાં સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. નેત્ર યજ્ઞની વાત કરીએ તો રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ સાથે કરાયેલ વિનામૂલ્યે આઈ કેમ્પમાં કુલ 450 દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં 233 લોકોને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા. જ્યારે 124 લોકોને મોતિયાના ઓપરેશન તથા અન્ય તપાસ માટે રીફર કરાયા હતા.

નિરાલી હોસ્પિટલ સાથેના મેડિકલ કેમ્પનો 375 લોકોએ લાભ લીધો હતો. આ મેડીકલ કેમ્પમાં હૃદય રોગ સંબંધિત બાબતો, ડાયાબીટીસ, સ્ત્રી રોગ, સામાન્ય શસ્ત્રક્રિયા, હાડકા તથા સાંધાના રોગો, કેન્સર સ્રીનિંગ, કાન, નાક અને ગળાના રોગો તેમજ બાળ રોગ જેવી બાબતોની તપાસ પણ કરવામાં આવી હતી.

રક્તદાન શિબિરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, નવસારીના સહયોગથી વન બ્લડ અનાવિલ તથા અન્ય સામાજિક સંસ્થાઓ થકી કુલ 503 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. આ કેમ્પમાં મહત્વની બાબત એ રહીકે ઘણા લોકોએ પહેલીવાર રક્તદાન કરી અન્ય લોકો માટે એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.
કહેવાય છે કે પડકાર વિના કોઈ સફળતા કયારેય મળતી નથી અને જો પડકાર વિના સફળતા મળે તો તેની કદર પણ થતી નથી. ત્યારે જીવનમાં અનેકવીધ પડકારોનો સામનો કરીને આજે લોકોનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો છે. જીવનનું ફકત એકજ લક્ષ્યાંક છેકે વધુમાં વધુ લોકોની મદદ કરી શકયે. અને તેના માટે હું સતત કટીબધ્ધ રહું છું. આ તકે તેમણે અપીલ કરતાકહ્યું હતુ કે જન્મદિવસની ખરા અર્થમાં ઉજવણી ત્યારે જ થાય જયારે સમાજ તમારી સાથે જોડાયેલો રહે. સમાજ ઉપયોગી કાર્યકરો તેથી સહુ કોઈ પોતાના જન્મદિવસની ઉજવણી આ પ્રકારે કરવા અપીલ કરી હતી.

આ સેવાયજ્ઞમાં દરેક સમાજ તથા સામાજિક સંસ્થા અને સંગઠનોએ જોડાઈને પૂરતો સહયોગ આપી યજ્ઞને સફળ બનાવ્યો હતો. આ કેમ્પમાં દરેક જાતિ-ધર્મના લોકો જોડાતા સામાજિક એકીકરણ પણ જોવા મળ્યું હતું.
સેવા યજ્ઞમાં મેડિકલ કેમ્પમાં 375,આઈકેમ્પમાં 450 લોકોએ લાભ લીધો તેમજ રક્તદાન થકી 503 યુનિટ રક્ત પણ એકત્ર થયું