નવસારી નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ સ્વ ભગવાનદાસ પાંચોટ્યાની પ્રથમ પુણ્યતિથિએ વિના મૂલ્ય ચક્ષુ નિદાન અને સારવાર તથા રક્તદાન શિબિર યોજાયો
- Local News
- June 14, 2024
- No Comment
નવસારી પાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને પ્રમાણિક વહીવટ દ્વારા ઉમદા ઉદાહરણ પૂરું પાડનાર સૌરાષ્ટ્ર સમાજના ટોચના કાર્યકર સ્વ ભગવાનદાસ પાંચોટ્યાની પ્રથમ પુણ્યતિથિએ આજે યોગાનુયોગ વિશ્વ રક્તદાતા દિવસ સાથે રોટરી આઈ હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્ય આંખના રોગોની સારવાર અને તપાસ તથા રેડ ક્રોસ નવસારીના સથવારે રક્તદાન શિબિર યોજાયો હતો. આરંભે ભગવાનદાસ પાંચોટિયા ની પુત્ર બેલડી મહેન્દ્ર પાંચોટિયા તથા રાકેશ પાંચોટિયા અને કાંતિભાઈ પાંચોટિયા દ્વારા આવકાર અને અતિથિઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ની વાડી શાંતાદેવી રોડ ખાતે અંદાજે 800 જેટલી વ્યક્તિઓએ આંખોની સારવાર અને નિદાન અંગે નો વ્યાપક લાભ ઉઠાવ્યો હતો. રોટરી આઈ હોસ્પિટલના ચેરમેન રશ્મિભાઈ પટેલ વાઇસ ચેરમેન રણજીતભાઈ પટેલ તથા સેક્રેટરી યોગેશ નાયક અને ટીમ ઉપસ્થિત રહી હતી રેડક્રોસના પ્રમુખ તુષાર કાંત દેસાઈ અને સહમંત્રી પ્રોફેસર ડોક્ટર સંજય આહીર અને ટીમ ઉપસ્થિત રહી હતી.

આ શિબિરમાં પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સૌરાષ્ટ્ર લેઉવા સમાજના પ્રમુખ મધુભાઈ કથીરિયા તેમજ સૌરાષ્ટ્ર કડવા સમાજના પ્રમુખ કરસનભાઈ ટીલવા જૈન આગેવાન જયેશભાઈ શાહ તેમજ ચેમ્બર આગેવાન હરીશભાઈ મંગળાની અને લેવા પાટીદાર કણબી સમાજના મંત્રી મહેશભાઈ બાલુભાઈ પટેલ તીઘરા તેમજ સૌરાષ્ટ્ર સમાજના આગેવાન મુન્નાભાઈ પનારા, પરેશભાઈ કાસુન્દ્રા, ગણેશભાઈ કાસુન્દ્રા તેમજ નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જગમાલભાઇ દેસાઈ વિગેરે એ સ્વ ભગવાનદાસ પાંચોટિયા ના જીવન કાર્યની ઉમદા નોંધ લીધી હતી.

એક વર્ષ પછી પણ સ્વ ભગવાનદાસ પાંચોટિયા લોકોના હૈયામાં અમર સ્થાન જાળવી રાખ્યું છે તેમ તેના સુપુત્રો મહેન્દ્ર પાંચોટિયા તથા રાકેશભાઈ પાંચોટિયાએ જણાવ્યું હતું મુખ્ય આયોજક કાંતિભાઈ પાંચોટિયાએ 140 જેટલા રક્ત દાતા દ્વારા રક્તદાન અને 800 આંખના દર્દીઓની તપાસ અને જરૂરત મંદને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે એમ જણાવી સૌનો ઋણ સ્વીકાર કર્યો હતો.