
રેડક્રોસ નવસારી દ્વારા વિશ્વ રક્તદાતા દિનની ઉમદા ઉજવણી
- Local News
- June 14, 2024
- No Comment
રક્તની જરૂરિયાત વિના હજારો માનવ મૃત્યુ થાય છે ત્યારે 161 વર્ષ પહેલા રક્તદાન પ્રવૃત્તિ ની શરૂઆત દુનિયામાં અને 1920માં ભારત દેશમાં અને 51 વર્ષ પહેલાં નવસારીમાં રેડ ક્રોસની શરૂઆત થઈ હતી વિશ્વ રક્તદાતા દિન આજે વિશ્વભરમાં ઉજવાય છે ત્યારે રેડ ક્રોસ નવસારી દ્વારા અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ એન જે ગ્રુપના કો ફાઉન્ડર જીગ્નેશ રમેશભાઈ દેસાઈ તેમજ લેઉઆ પાટીદાર સમાજના મંત્રી મહેશભાઈ બાલુભાઈ પટેલ તથા અનાવિલ સમાજના આગેવાન કાર્યકર સંજય ભગત ની ત્રિવેણી ઉપસ્થિતિમાં રેડક્રોસ પ્રમુખ તુષારકાંત દેસાઈ અને મંત્રી ધર્મેશ કાપડિયા ના નેતૃત્વમાં સહમંત્રી અધ્યાપક સંજય આહીર ના સથવારે રક્તદાન માટે સતત પ્રવૃત્તિ કરતી સંસ્થાઓનું અભિવાદન થયું હતું
નવસારીના સામાજિક આગેવાન અને મૃદુ હૃદયના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ રેડ ક્રોસ સંચાલકોની પારદર્શકતા નિષ્ઠા અને સેવા બદલપીઠ થાબડતા જણાવ્યું હતું કે સત્તા એ સેવાનું સાધન છે અને રેડ ક્રોસ જેવી સંસ્થા રક્તદાતા આર્થિક દાતા અને સમયદાન ના ત્રિવેણીથી જ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવજીવન ઉમેરે છે નવસારી રેડ ક્રોસ 51 વર્ષમાં અનેક સંઘર્ષો ના ચડાવ ઉતાર જોયા છે છતાં પણ દર વર્ષે 65 લાખ રૂપિયાની જરૂરિયાત સામે સંઘર્ષ સાથે માનવતાના દીવડાને અખંડ ઝળહળતા રાખ્યા છે.
નવસારી લેઉઆ પાટીદાર સમાજ ના મંત્રી અને સામાજિક આગેવાન મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણી જીવન શૈલી અને ખાનપાનની પદ્ધતિ ને લઈને આપણું શરીર અને સમાજ નો આરોગ્ય બગડી રહ્યું છે તેવા તબક્કામાં રક્તદાનની વધુ જરૂરિયાતો ઊભી થશે અને આર્થિક અને રક્તદાન ક્ષેત્ર નવી રીતે આપણે સત્ય થવું પડશે દાતા અને દર્દી વચ્ચે આપણે સેતુ બનવાનું છે રેડક્રોસને તમામ સહયોગ માટે ખાતરી આપું છું.
અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના પ્રમુખ અને એન જે ગ્રુપના સ્થાપક જીગ્નેશ દેસાઈએ જણાવ્યું હતું કે નવસારીના પાણીમાં અનેક પાણીદાર સંસ્થાઓ છે જેમાં સદી ઉપરાંત થી ચાલતી અનેક શાળાઓ સયાજી વૈભવ લાઇબ્રેરી અને અડધી સદીથી ચાલતી રેડ ક્રોસ પણ મહત્વની છે મને તેવું લાગે છે કે નવસારીના લોહીમાં સેવાની અનોખી તાકાત છે અને નવસારીના સખાવતીઓ રેડ કોષની તમામ માંગને પહોંચી વળશે અને હજારો રક્તદાતાઓ આગામી પડકાર ઝીલી વળવા વિક્રમ સર્જક શિબિર કરશે.
અનાવિલ સમાજના સામાજિક કાર્યકર સંજય ભગતે જણાવ્યું હતું કે રક્તદાન જેવું દાન છે જેનાથી નુકસાન કોઈ નથી અને શરીરનું શુદ્ધિકરણ થાય છે તથા પુણ્ય મળે છે.
આરંભે આવકાર રેડ કોષ પ્રમુખ તુષારકાંત દેસાઈ દ્વારા તથા સમગ્ર સભાનું ઉમદા સંચાલન અધ્યાપક સંજય આહીર દ્વારા થયું હતું ઋણ સ્વીકાર મંત્રી અને શિક્ષણવિદ ધર્મેશ કાપડિયા દ્વારા થયું હતું નવસારી રેડ ક્રોસ દ્વારા મહત્વની રક્તદાતા સંસ્થાઓ સ્નેહ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ આહીર સમાજ ટાટા ગર્લ્સ સ્કુલ એચડીએફસી બેન્ક, નારણ લાલા કોલેજ તેમજ જુનિયર રેડ ક્રોસ અને યુથ રેડ ક્રોસ ને બિરદાવવા સાથે બિરદાવવા સાથે અનેક રક્તદાન શિબિર કરતા વન બ્લડ અનાવિલ તેમજ સૌરાષ્ટ્ર સમાજ વિગેરેનું અભિવાદન થયું હતું નવસારીના આગેવાન ડાહ્યાભાઈ મધુમતી દ્વારા રૂપિયા એક લાખના દાનની ઘોષણા થઈ હતી.