
વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી નવસારી ખાતે રકતદાન કેમ્પ તથા થેલેસેમિયા ચકાસણીનું આયોજન કરાયુ
- Local News
- June 15, 2024
- No Comment
રાષ્ટ્રીય સેવા યોજના વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી નવસારી અને લાયન્સ ક્લબ નવસારીના સંયુકત ઉપક્રમે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા તા. ૧૩/૦૬/૨૦૨૪ના રોજ સ્વ. શ્રી કૃણાલસિંહ ભદ્રેસસિંહ ચૌહાણની સાતમી પુણ્યતિથી નિમિતે રકતદાન કેમ્પ તથા થેલેસેમિયા ચકાસણીનું આયોજન કરાયુ હતું. આ કેમ્પમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફે મળીને એમ કુલ ૪૯ યુનિટ રક્તદાન એકત્ર કર્યું હતું.આ ઉપરાંત સ્નાતક તેમજ પોલિટેકનિક વિદ્યાર્થીઓના કુલ ૧૧૩ જેટલા થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ડો. વી. બી. ખરાદી, આચાર્ય વેટરનરી કોલેજ દ્વારા રક્તદાન એ મહાદાન અને થેલેસેમિયા અંગેની સમજ આપીને વિધાર્થીઓને આ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. સદર કાર્યકમમાં કોલેજના સ્ટાફ, લાયન્સ ક્લબના પ્રમુખ સમકિત શ્રીમાલ, રાજેશ્રીબેન ખરાદી તથા અન્ય સભ્યો હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. અજય રાવળ પ્રોગ્રામ ઓફિસર, એન. એસ. એસએ ડો. વી. બી. ખરાદી, આચાર્ય ના માર્ગદર્શન હેઠળ કામગીરી કરેલ હતી.