વી. એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયુ:૬૯૫થી વધુ યોગી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો

વી. એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયુ:૬૯૫થી વધુ યોગી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો

આગામી તા.૨૧ જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં ૧૦માં ‘વિશ્વ યોગ દિન’ની ઉજવણીનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં યોગ પ્રત્યે નાગરિકો જાગૃત્ત બને અને વધુમાં વધુ નાગરિકો યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા હેતુ સાથે વિશ્વ યોગ દિન પૂર્વે તા.૧૫ થી તા.૨૦ જૂન દરમિયાન જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિભાગોના સહયોગથી યોગના કાર્યક્રમોનું સુદ્રઢ આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર, નવસારી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તથા નવસારી જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કરાયું છે.

આજરોજ ૧૫મી જુન વહેલી સવારે વી. એસ પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરાના પટાંગણમાં યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં એન. સી. સી, એન. એસ. એસ.ના કેડેટ, ડી. એલ. એસ.ના વિદ્યાર્થીઓ,યોગ ટ્રેનર ટીમ, યોગ કોચ,યોગ ટ્રેનરો અને યોગ સાધકો મળી કુલ-૬૯૫ યોગી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઝોન કોર્ડીનેટર પ્રીતિબેન પાંડે યોગ પ્રોટોકોલનું પ્રશિક્ષણ આપ્યું હતું. જિલ્લા કોર્ડીનેટર ગાયત્રીબેન તલાટીએ યોગનું મહત્વ સમજાવી યોગ ટ્રેનર તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં જોડાવા માટે આવાહન કર્યો હતો.

વધુમાં કાર્યક્રમમાં હરિયાળી ગ્રુપ દ્વારા વિવિધ છોડ અને સાઇલાલભાઈ તરફથી ઉપસ્થિત મહેમાનોને ચકલીના માળા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. આ શિબિરના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, બીવી કે મંડળના ચેરમેન ભરતભાઈ અમીન, ડી ઈ ઓ રાજેશ્વરી બેન ટંડેલ, ડી એસ ડી ઓ અલ્પેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 નો નવસારી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ લુન્સીકુઈ મેદાનમાં ખાતે યોજવાનો છે જેમાં 3,000 થી વધુ લોકો ભાગ લે તે માટે જિલ્લા વહીવટી તંત્ર, ડી. એસ. ડી. ઓ. અલ્પેશભાઈ પટેલ નવસારી જિલ્લા યોગ કોર્ડીનેટર ગાયત્રીબેન દ્વારા મોટી સંખ્યામાં તમામ લોકોને કાર્યક્રમમાં ભાગ લેવા આવાહન કરવામાં આવ્યું હતું.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *