ગુરૂકુલ વિદ્યામંદિર સૂપાના વિદ્યાર્થીઓએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરી
- Local News
- July 25, 2024
- No Comment
કારગિલ વિજય દિન ૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે. ઇ. સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો. ગુરુકુલ અંગ્રેજી માધ્યમ સહિત તમામ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશભક્તિ ગીત ગાઈ શહીદો માટે ચિત્રો અને પોસ્ટર બનાવી દેશભક્તિની ભાવના વ્યક્ત કરી.
વિદ્યાર્થીઓમાં કારગીલ શહીદ દિવસ વિશે માહિતગાર થાય અને સરહદ ઉપર લડતા જવાનો માટે માન અને સન્માન વધે તે માટે મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ વિદ્યાલયમાં દેશભક્તિ ગીત પ્રવચન અને ચિત્ર પોસ્ટર દ્વારા કારગિલ દિવસ મનાવવામાં આવ્યો. વિદ્યાર્થી દોરેલા પોસ્ટર રક્ષા મંત્રાલયમાં પોસ્ટ કરવામાં આવ્યા વિદ્યાર્થીઓની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ અને દેશભાવના આ પોસ્ટરના ચિત્રોમાં જોવા મળી. રાષ્ટ્રભક્તિ કેળવણીનું પ્રથમ પગથિયું છે તેવું આચાર્ય પરેશ દેસાઈએ જણાવ્યું હતું આચાર્ય રાકેશભાઈ આહીર, શીતલ પટેલ, સ્મિતા પાટીલ અને પ્રીતિ રાઠોડે વિદ્યાર્થીને પ્રોત્સાહન આપ્યું હતું. ચિત્ર શિક્ષક નીરવ આહિરે આ પ્રવૃત્તિ માટે ભારે જહેમત ઉઠાવી હતી. કેમ્પસ ડાયરેક્ટર ડો. આચાર્ય ચંદ્રગુપ્તજી અને સુરેશભાઇ રત્નાણી શહીદોને વંદન કર્યા હતા. ગુરુકુલ પદાધિકારીઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરીએ દેશભક્તિની સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ આવકારી હતી
વિદ્યાર્થીઓએ કારગિલ શહીદો માટે ચિત્રો અને પોસ્ટર બનાવી રક્ષા મંત્રાલય દિલ્હી ખાતે મોકલ્યા