ગુજરાત રાજ્યના 110 ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડી.જી.પી ચંદ્રક અપાયા

ગુજરાત રાજ્યના 110 ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડી.જી.પી ચંદ્રક અપાયા

રાજ્યમાં શાંતિ ની સાથે સલામતિ જળવાઈ તે માટે રાજ્યના પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. તેવી જ રીતે ગત વર્ષ દરમિયાન તમામ તહેવારો હોય કે મહત્વના બંદોબસ્તમાં તેમજ કોઇ આંદોલન કે કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો વખતે રાજયની પોલીસ હંમેશા રાત દિવસ ખડેપગે કાર્ય કરતી હોય છે. આવા પોલીસ અધિકારીઓ તથા પોલીસકર્મીઓને આજરોજ ડી.જી.પી ચંદ્રક અપાયા છે.

પોલીસની ઉત્તમ કામગીરીને બિરદાવવા અને તેમનું મનોબળ વધારવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યની પોલીસ માંથી ઉમદા કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને ડી.જી.પી. કમેન્ડેશન ડિસ્ક તરીકે ઓળખવામાં આવતાં ચંદ્રકથી આજરોજ નવાજવામાં આવ્યા છે

દેશના આસામ,હિમાચલ પ્રદેશ,પંજાબ,ત્રિપુરા,ઉત્તર પ્રદેશ અને કેરાલા જેવા રાજ્યો તથા સીમા સુરક્ષા બળ અને સી.આર.પી.એફ જેવા પેરામીલટરી દળોમાં આવો પદક આપવામાં આવે છે.ગુજરાત રાજય આવો ચંદ્રક આપનાર 7મું રાજ્ય છે.

ત્યારે જે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા થતી સારી કામગીરીને બીરદાવવામાં આવે અને પોલીસ કર્મચારીની ફરજ નિષ્ઠાને સમાજમાં એક ઓળખ મળે તેની સાથે લોકોમાં પોલીસ ને લઈ ગેરસમજ દૂર થાય તે માટે દર વર્ષે રાજ્ય પોલીસ વડા દ્વારા આ કામગીરીઓ કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને  વિધિવત સન્માન આપવામાં આવે છે. ગુજરાત રાજયમાં પોલીસ દળમાંથી સારું કામ કરનાર અધિકારીઓ માટે આ “ડી.જી.પી. કમેન્ડેશન ડિસ્ક” એનાયત કરવાની પ્રથા વર્ષ-2020થી શરૂ કરવામાં આવ્યા છે.

આ પદકને પોલીસ અધિકારી પોતાના યુનિફોર્મ ઉપર પણ લગાવી શકે છે. રાજયના તમામ રેન્કના પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓમાંથી આ સન્માન માટે યોગ્ય અધિકારી અને કર્મચારી પસંદ કરવા માટેની એક પ્રક્રિયા નિયત કરવામાં આવ્યા છે. ઉપરાંત, કેવા પ્રકારની કામગીરી બદલ આ ચંદ્રક આપી શકાય તે અંગેના ધોરણો પણ નિશ્ચિત કરવામાં આવેલ છે.

જેમાં સાહસ અને વીરતાનું વિશેષ કામગીરીઓ, અધરા અને અટપટા અને વર્ષોથી વર્ણ ઉકેલાયા ગુના ઉકેલવા સાથે કુદરતી આપદા વખતે સારી બચાવ કામગીરી કરી હોય કે પોલીસની કામગીરીઓમાં નવતર અભિગમ અને ઉચ્ચ પ્રકારના કૌશલ્ય સાથેની ખંતપૂર્વકની કામગીરી અને સ્વચ્છ સર્વીસ રેકોર્ડ જેવા અનેક પાસાઓ તથા કાબેલીયત ધ્યાનમાં લઇને વિજેતાની પસંદગી કરવામાં આવે છે. આ સન્માન માટે પોલીસના ડ્રાયવર થી લઈને હથિયારી/બિનહથિયારી અને એસ.આર.પી. કોન્સ્ટેબલથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓની પસંદગી થઈ શકે છે.

આ ધોરણો અન્વયે સમગ્ર રાજ્યમાંથી ઉમદા કામગીરી કરનાર જવાનો અને અધિકારીઓના નોમીનેશન મંગાવવામાં આવેલ હતા અને તેના અધારે ગૃહ વિભાગ દ્વારા ઠરાવ્યા પ્રમાણેની ઉચ્ચ પોલીસ અધિકારીઓની એક પસંદગી સમિતિ દ્વારા વર્ષ- 2023 માટે “ડી.જી.પી. કમેન્ડેશન ડિસ્ક” મળવા યોગ્ય કુલ-110 કર્મચારીઓનું ચયન કરવામાં આવ્યું હતું

આજે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પસંદગી પામેલા પોલીસ અધિકારીઓને આ ચંદ્રક આપવા માટે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વર્ષ 2033 માટે 110 પોલીસ અધિકારી તથા કર્મચારીઓને ડી.જી.પી. ડિસ્ક રૂપે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. કરાઈ ખાતેના ઓડીટોરીયમમાં વિજેતા અધિકારીઓને તેમના પરિવારની હાજરીમાં ગુજરાત રાજય ના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા દરેક વિજેતાને આ ચંદ્રક તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યો હતો. કુલ 110 વિજેતાઓમાં અલગ-અલગ સંવર્ગના પોલીસ અધિકારીઓ સામેલ છે, જેમાં એડીશનલ ડીજીપી-3, આઈજીપી- 1,ડીઆઈજીપી 3,એસપી-9, ડીવાયએસપી-13, પીઆઈ-25, પીએસઆઈ- 21, એએસઆઈ-13, હેડ કોન્સ્ટેબલ-22 નો સમાવેશ થાય છે.

જે પૈકી એડીજીપી એવા આર.બી બ્રહ્મભટ્ટ, સુભાષ ત્રીવેદી અને પોલીસ અધિક્ષક રૂપલ સોલંકી નાઓ “ગોલ્ડ ડીસ્ક” માટે તેમજ એડીજીપી નીરજા ગોટરૂ તથા આઈજીપી પી.એસ.માલ અને ડીઆઈજીપી પરિક્ષિતા રાઠોડ,શ્વેતા શ્રીમાળી,દિપક મેઘાણી, પોલીસ અધિક્ષક કરણરાજ વાધેલા,રવિ સૈની,મયુર પાટીલ,એસ.આર.ઓડેદરા,એન્ડુસ મેકવાન,રવિરાજસિંહ જાડેજા,મુકેશ પટેલ તથા કોમલ વ્યાસ નાઓ ‘સીલ્વર ડીસ્ક ” માટે પસંદગી પામેલ છે.

સીલ્વર ડીસ્ક ચંદ્રક વિજેતા અધિકારીઓના નામની વિગત આ સાથે અલગથી સામેલ છે. પદક મેળવનાર તમામ અધિકારીઓને પોલીસ મહાનિદેશક વિકાસ સહાય દ્વારા અભિનંદન અપાવામાં આવેલ હતા અને એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવેલ હતો કે ભવિષ્યમાં પણ પોલીસ દ્વારા ઉત્તમ સેવા આપીને રાજ્ય અને દેશનું ગૌરવ વધારવામાં આવશે

નવસારી જિલ્લામાં હાલ ગણદેવી પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે  ફરજ બજાવતા એવા પી.એસ.આઈ દિગ્વિજયસિંહ રાઠોડ ને ઉત્કૃષ્ટ કામગીરીઓ કરવાને લઈને ડી.જી.પી. કમેન્ડેશન ડિસ્ક”2023 માટે પસંદગી કરાઈ હતી. જેમને ગુજરાત રાજય ના પોલીસ વડા વિકાસ સહાય હાથે ચંદ્રક તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્યના ચંદ્રક વિજેતાઓ એવા તમામ ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ સર્વકાલીન ન્યૂઝ પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *