શાળાકિય બેડમિન્ટન સ્પર્ધામાં અન્ડર 19 ગર્લ્સમાં મદ્રેસા હાઈસ્કુલ ચેમ્પીયન બની
- Sports
- August 1, 2024
- No Comment
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા કક્ષા બેડમિન્ટન સ્પર્ધા અન્ડર 14, અન્ડર 17 અને અન્ડર 19 બહેનો ની સ્પોર્ટ કોમ્પ્લેક્સ લુન્સીકુઈ, નવસારી ખાતે આયોજિત કરવામાં આવી હતી.
રમત વિકાસ અધિકારી અલ્પેશભાઈ પટેલ તથા મદ્રેસા હાઇસ્કુલના આચાર્ય મર્ઝબાન પાત્રાવાલા, બેડમિન્ટન એશોશિયેશનના ડો. મયુર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજીત શાળાકીય બેડમિન્ટન સ્પર્ધાનુ સંચાલન બેડમિન્ટન કોચ ફરેદુન મિરઝા, પટેલ પાર્થ અને રાજેશ પટેલ દ્વારા થયેલ હતુ. નવસારી જિલ્લામાથી કુલ 150 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો અને અન્ડર 19મા મદ્રેસા હાઈસ્કૂલની બેડમિન્ટન ટીમ જનરલ ચેમ્પિયન થઈ છે.
પ્રથમ ક્રમે રાઠોડ ધૃતિ રહી હતી, તૃતિય ક્રમે પટેલ મિરાલી અને ચોથા ક્રમે ભદોરિયા મુશ્કાન આવ્યા હતા તથા અન્ડર ૧૭ માં રાજપૂત મહેકે શ્રેષ્ઠ રમત પ્રદર્શીત કરી શાળાકીય રમતોત્સવમાં જનરલ ચેમ્પિયન રહ્યા છે. આગામી સમયે ઉપરોક્ત ટીમ રાજ્ય કક્ષાએ નવસારી જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે.