વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ ધ્વારા વલસાડ જિલ્લામાં દરિયાઈ ગામો માટે પ્રોટેક્શન વોલને લઈ સંસદમાં પ્રશ્નની રજૂ કરાયો
- Local News
- August 6, 2024
- No Comment
લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના યુવા સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા આજરોજ સંસદમાં વલસાડ જિલ્લામાં દરિયાઈ ધોવાણ ના કારણે ગામો માં થતા નુકસાન ને અટકાવવા પ્રોટેક્શન વોલ બનાવવા સહિત ના મહત્વના મુદ્દાઓ સાંકળી લઇ પ્રશ્નો રજૂ કર્યા
લોકસભાના દંડક અને વલસાડ/ડાંગ ના યુવા સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા આજરોજ સંસદ ભવન માં દરિયા કિનારાના ગામો ને સૌથી વધુ સ્પર્શતા વલસાડ જિલ્લાના ગામો માં દરિયાઈ પાણી ના કારણે ધોવાણ થી ગામ લોકો ને થતા નુકસાન ના થાય તેના નિવારણ અંગે જરૂરી પ્રોટેક્શન વોલ બનાવવા ની કામગીરી અંગે અત્યંત જરૂરી પ્રશ્નો રજૂ કર્યા હતા જેના પ્રતિ ઉત્તરમાં કેન્દ્રીય જળ શક્તિમંત્રી દ્વારા તમામ પ્રશ્નો અંગે જરૂરી ટેક્નિકલ સર્વે ની કામગીરી પૂર્ણ કરી સકારાત્મક નિકાલ કરવાની ખાત્રી આપી હતી

લોકસભા ના દંડક અને વલસાડ/ડાંગ ના યુવા સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા આજરોજ સંસદ સત્ર દરમ્યાન વલસાડ જિલ્લાના ગામો માં દરિયાઈ ધોવાણ ના કારણે ગામો માં થતા નુકસાન ના નિવારણ અંગે જરૂરી પ્રોટેક્શન વોલ બનાવવા અંગે વિગતવાર રજુઆત કરી હતી જેમાં (૧) વલસાડ તાલુકા ના મોટી દાંતી, નાની દાંતી (૨) કકવાડી ગામ ખાતે પ્રોટેક્શન વોલ (૩) ભાગલ ગામ ખાતે પ્રોટેક્શન વોલ (૪) ભદેલી જગાલાલા પ્રોટેક્શન વોલ (૫) કોસંબા ગામ ખાતે પ્રોટેક્શન વોલ (૬) સુરવાડા ગામ ખાતે પ્રોટેક્શન વોલ (૭) મગોદ ડુંગરી ગામ ખાતે પ્રોટેક્શન વોલ. પારડી તાલુકાના ઉમરસાડી ગામ ખાતે જરૂરી પ્રોટેક્શન વોલ બનાવવા,તેમજ ઉમરગામમાં (૮) ઉમરગામ શહેર (૯) દહેરી પ્રોટેક્શન વોલ (૧૦) નારગોલ નારગોલ બંદર વિસ્તાર પ્રોટેક્શન વોલ (૧૧) માંગેલવાડ બીચ પ્રોટેક્શન વોલ (૧૨) માલવણ બીચ ૧ કિલોમીટર મીટર પ્રોટેક્શન વોલ (૧૩) સરોન્ડા નારગોલ બોર્ડર થી તડગામ બોર્ડર સુધી પ્રોટેક્શન વોલ (૧૪) કલગામ સોરઠવાડ વિસ્તાર પ્રોટેક્શન વોલ (૧૫) બારીયાડ વિસ્તાર પ્રોટેક્શન વોલ (૧૬) મરોલી દાંડી પ્રોટેક્શન વોલ (૧૭) ફણસા માંગેલવાડથી કલગામ બોર્ડર પ્રોટેક્શન વોલ (૧૮) માછીવાડથી ટાટાવાડી પ્રોટેક્શન વોલ (૧૯) કાલાઈ માયાવંશી સમાજ સ્મશાન વિસ્તાર પ્રોટેક્શન વોલ બનાવવા અંગેની અત્યંત લોકો ને જરૂરી રજૂઆતો કરી હતી, જે અંગે વિભાગ દ્વારા જરૂરી ટેકનીકલ સર્વે કરાયા બાદ સકારાત્મક નિકાલ કરવા અંગેની ખાતરી આપી હતી