લાયન્સ કલબ નવસારી તથા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભજન સ્પર્ધા યોજાઈ

લાયન્સ કલબ નવસારી તથા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભજન સ્પર્ધા યોજાઈ

લાયન્સ ક્લબ નવસારી તથા રામજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર શ્રાવણ માસના પાવન પ્રસંગે ભજન સ્પર્ધા નું આયોજન રામજી મંદિરના હોલમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લાયન્સ કલબ નવસારી ના પ્રમુખ શ્રીમતી લાયન પિંકલ ગાંધીએ સૌને આવકાર્યા હતા. આ સ્પર્ધા નું ઉદ્ઘાટન ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ એફ ૨ ના પ્રથમ વાઇસ ડિસ્ટ્રીક ગવર્નર PMJF લાયન મોના દેસાઈ કર્યું હતું .રામજી મંદિરના પ્રમુખ શ્રી લાયન દેવેશ પટેલે આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે લાયન્સ ક્લબના રિચિયન ચેરમેન લાયન કેયુરભાઈ વશી, ઝોન ચેરમેન લાયન સોનિયા પટેલ,પાસ્ટ ડિસટીક ગવર્નર લાયન જયેશભાઈ ઠક્કર કલ્ચર એક્ટિવિટીના ડીસી લાયન નેહા દેસાઈ આઇપીપી લાયન સંમકિત શ્રી શ્રી માલ,તથા રામજી મંદિર ટ્રસ્ટના સેક્રેટરી મોહનભાઈ ગાંધી, યોગેશભાઈ શિરીષભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં નવસારી જિલ્લાના 24 મંડળોએ ભાગ લીધો હતો. ભજન સ્પર્ધા ખૂબ જ રસાકસી ભરી રહી હતી.

આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે શ્રી યાદે મંડળ દ્વિતીય ક્રમે રૂપાળી સહિયર ગ્રુપ ચીખલી તથા મંગલ્ય ગ્રુપ,તૃતિયક્રમે મધુરમ મંડળ તથા ભૂલા ફળિયા મહિલા મંડળ વિજેતા બન્યા હતા. આ ઉપરાંત સિનિયર સિટીઝન ગ્રુપ ગોપાલજી મહિલા મંડળને તથા ભાઈઓમાં કષ્ટભંજન મંડળ જલાલપર ને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ. વિજેતા ટીમને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ. તમામ ઇનામના દાતાશ્રી સ્વર્ગસ્થ પ્રેમીલાબેન રામચંદ્ર મિસ્ત્રી તરફથી આપવામાં આવેલ. નિર્ણાયક તરીકે સ્વાતિબેન નાયક તથા કિર્તીદાન વૈદ એ સેવા આપી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન લા.રાજશ્રી ખરાદીએ કર્યું હતું.મંત્રી રસીદાબેન બાસ્તાવાલા એ અભાર વિધિ કરી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ નવસારી સેન્ટરના હર્ષિદાબેન પટેલ દ્વારા મહિલા જાગૃતિ માટેની ગવર્મેન્ટની સ્કીમ વિશે ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવી હતી.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *