
નવસારીના નિવૃત્ત ઈજનેર જોડે રોકાણના નામે કરોડાની ઠગાઈ થઈ: નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી
- Local News
- August 29, 2024
- No Comment
લોભયા હોય ત્યાં ધુતારા ભૂખે નહિ મરે આ કહેવત નવસારીમાં સાચી ઠરી આજકાલ સોશિયલ મિડિયા તેમજ અનેક લોભામણી જાહેરાત તેમજ જુદી જુદી સ્કીમો બતાવીને અલગ અલગ એપ્લિકેશન માં ઇન્વેસ્ટમેન્ટ કરાવી શરૂઆત મોટો નફો બતાવી તેમજ રોકાણકારો આપી બાદમાં મોટી રકમો એક સાથે અથવા તબક્કાવાર ઇન્વેસ્ટમેન્ટ લઈ તેમજ બેન્ક ના એટીએમ અને ક્રેડિટ કાર્ડ વિગેરે બહાને તેમજ ઓનલાઈન ખરીદી કરવાને લઈ ઓનલાઇન ફ્રોડ કરતી ગેંગ સક્રિય છે.
આવા અનેક કેસો સાયબર ક્રાઇમમાં હાલ નોંધાઈ રહ્યા છે તેમજ ન્યૂઝમાં પણ આવી રહ્યા છે. આર.બી.આઈ તેમજ જે તે રાજ્યની પોલીસ પણ જુદી જુદી રીતે લોકોને જાગૃત કરવાની કામગીરીઓ કરતી રહે તેમ છતાય અનેક લોકો આવા ઠગબાજનો શિકાર બનતા રહે છે.
લોકોએ જુદી જુદી રીતે પોતાનું આર્થિક કમાણી રોકાણ કરતા રાતો રાત કરોડ લાખો રૂપિયાનું કમાઈ કરવા લઈ કોઈને કોઈ આવા દલાલ શોધી રોકાણ કરતા હોય છે.ગઠિયા શરૂઆતમાં નાની રકમ શરૂઆત કરી તેમને તગળી કમાણી કરી આપી વિશ્વાસ અપાવતા હોય લોકોને લોભ લાલચ વધતા લોકો તેમના થતા સંબધીઓ પણ ઓનલાઈન તેમજ ઓફલાઈન લાખો કરોડા રોકાણકારો પાસે આવા ઠગબાજ ગેંગ રોકાણ કરાવી રોકાણ કરેલા નાણા ઉસેટી છેતરપિંડી કરે છે આવો જ એક બનાવ નવસારી શહેરમાં બનવા પામ્યો છે.
નવસારી શહેરના કલેકટર કચેરી બાજુમાં આવેલ સોસાયટીમાં રહીશ 67 વર્ષીય વિષ્ણુ ત્રિભુવનદાસ પટેલ એન્જિનિયરિંગની નોકરી માંથી નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. તેમના કાંતિલાલ નામના મિત્ર દ્વારા એન્ડ્રોઇડ એપ માં 99 રોબર્ટ માર્ટિનેઝ ઉત્કૃષ્ટ ભારતીય સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર ગ્રુપ બતાવ્યું હતું જેમાં તેમણે પણ પોતાના પૈસા ઇન્વેસ્ટ કર્યા હોવાનું જણાવ્યું હતું. કાંતિલાલે મિત્ર વિષ્ણુ પટેલને પણ આ સ્કીમમાં નાણા રોકવાની સલાહ આપી હતી જેથી વિષ્ણુ પટેલે પણ મિત્રની સલાહ માની ગ્રુપમાં એડ થયા હતા અને તારીખ 20-5-2024 તથા 7-6-3024 એટલાસ ફંડ કંપનીમાં એકાઉન્ટ ખોલાવી આર્થિક લાભ થતો હોવાનો ભરોસો આપવામાં આવતા તેઓ તથા તેમની પત્નીના બેંક એકાઉન્ટમાંથી IMPS તથા RTGS થી રિચાર્જ કરાવી વોટસઅપ મારફતે વાતચીત કરી એપ્લીકેશન ડાઉનલોડ કરાવડાવી અલગ અલગ સ્ટોકમાં તથા IPO માં રોકાણ કરાવડાવી તે ઓએ તા.20 મી મે થી તા.07 જૂન 2024 સુધીમાં કુલ રૂ.1,73,84,769 જેટલી રકમ અલગ અલગ ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવી હતી.
ઠગબાજો ધ્વારા રોકાણ કરાવેલી રકમ પ્રોફીટ સાથે એપ્લીકેશનમાં ફરિયાદી નિવૃત્ત ઈજનેર એવા વિષ્ણુ પટેલને ગાંઠિયાઓએ બતાવી હતી. પરંતુ થોડા સમય બાદ રોકાણ કરેલ રકમ વિડ્રોલ કરવા જતાં વિડ્રોલ થઈ ન હતી. જેથી ફરિયાદ એવા વિષ્ણુ પટેલ ને ગઠિયાઓના મનસુબા ઉપર શંકા જતા તેમણે તરત પોતાની તમામ રકમ ઉપડવાનો પ્રયત્ન કરતા તે શક્ય બન્યું ન હતું
ફરિયાદી એવા વિષ્ણુ પટેલ તેમના તથા તેમની પત્નીના પાસેના મળી કુલ રૂ.1,73,84,769 જેટલી રકમ અલગ અલગ બેંકોના બેંક એકાઉન્ટોમાં ઓનલાઇનઆ અંગે નાણા ફસાયા હોવાનો ખ્યાલ આવતા તેમણે સાયબર ક્રાઈમ 1930 ઉપર ફરિયાદ કરતા આ મામલે જરૂરી કાર્યવાહી માટે સાયબર ક્રાઇમ બ્રાંચ ધ્વારા નવસારી ગ્રામ્ય પોલીસ જાણ કરાતા નવસારી ગ્રામ્ય પોલીસ ધ્વારા ફરિયાદ વિષ્ણ પટેલ ની ફરિયાદ લઈ 1) ઇન્ડસઇન્ડ બેંકના મહિરા ગારમેન્ટસ નામનું એકાઉન્ટ નંબર 250070371806 તથા તેના IFSC INDB0000848 આ ખાતું ઉપયોગ કરનાર એવા શાકીર નઝીમ કુરેશી રહે.204,નઝીમ વીલા, સિડીકા મસ્જીદનજીક, બારી મસ્જીદ, મોહમદ કુરેશીયાન ગામ, સહરાનપુર ગામ, યુ.પી. (2) એસ.બી.આઈ બેંકના શ્રી જગદંબા બોક્ષ નામનું એકાઉન્ટ નંબર 42968579288 તેનો IFSC SBIN0031386 આ ખાતુ ઉપયોગ કરનાર એવા રાહુલ શ્રી પ્રકાશ રહે.ગલી નં.01, વોર્ડ નં.46 ગુરૂનાનક બસ્તી, ગંગાનગર, રાજસ્થાન (3) એસબીઆઈ બેંકમાં શ્રી લવજીત ફોટોગ્રાફી નામનું એકાઉન્ટ નંબર 42939755227 IFSC SBIN0001072 આ ખાતાનો ઉપયોગ કરનાર લાભસીંગ સેવાસીંગ રહે. ઘર નં.374, વોર્ડ નં.15 તિલકનગર, તોહન ગ્રામ્ય, ફતેહાબાદ, હરીયાણા (4) એસ.બી.આઈ બેંક ના શ્રી સમર્થ એન્ટરપ્રાઇઝ નામનું એકાઉન્ટ નં.42801548932 IFSC SBIN0061257 નો ઉપયોગ કરનાર એવી સોનાલી સુરેશ માંડવકર રહે. રૂમ નં.03 મહાદેવ પાલવ માર્ગ, ત્રિવેણી સદન પાછળ, ક્રેર્ની રોડ, મુંબઈ (5) મોબાઈલ નંબર ના ધારક દિયા એલ્ટાસ નામનો ઉપયોગ કરનાર (6) મોબાઇલ નંબર કે ઉપયોગ કરનાર તેમજ (7) એલતાઝ ફોર્ડ કંપનીના એકાઉન્ટ ઓપનિંગ સર્વિસ મેનેજર તરીકે ઓળખ આપનાર સાત એકાઉન્ટ વિરુદ્ધ આઈટી એકટ, સાયબર ક્રાઇમ એક્ટ તેમજ છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધી નવસારી ગ્રામ્ય પોલીસ ના પી.આઈ પી.બી પટેલીયા વધુ તપાસ હાથ ધરી છે