
નવસારી જિલ્લામાં ફરજ બજાવતા 29 પોલીસ કર્મચારીઓ બઢતી અપાઈ
- Local News
- September 3, 2024
- No Comment
ક્રાઈમ બ્રાંચ,એસઓજી, બોમ્બ ડિસ્પોઝ સ્કોવર્ડ, મરીન પોલીસ સહિત જુદા જુદા પોલીસ મથકમાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બઢતી કરાઈ
નવસારી જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા 29 પોલીસ કોન્સ્ટેબલ માંથી હેડ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકેની બઢતી આપવામાં આવી છે.નવસારી પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમય ફરજ બજાવતા પોલીસ સ્ટાફની બઢતી પ્રક્રિયાને લઈ રાજ્યના ડી.જી.પી તથા સુરત રેન્જ આઈ.જી ના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે શરૂ કરી છે.
આજરોજ નાયબ પોલીસ અધિક્ષક વી.એન.પટેલ તથા એસ.કે.રાય નવસારી વિભાગ નવસારીનાઓની બઢતી કમિટીની રચના કરી નવસારી જિલ્લા ખાતે ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલમાંથી એ.એસ.આઇ. ૦૯, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ ૦૮ તેમજ આર્મ હેડ કોન્સ્ટેબલમાંથી એ.એસ.આઇ. ૦૬, આર્મ પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ ૦૬ મળી કુલ્લે જિલ્લાના ૨૯ પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવેલ છે.
નવસારી જિલ્લામાં આજરોજ બઢતી આપાયેલ કર્મચારીઓ યાદી આ મુજબ છે