નવસારી જિલ્લાની લુન્સીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ટેબલ ટેનીસ સ્પર્ધા સંપ્પન થઈ 

નવસારી જિલ્લાની લુન્સીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ટેબલ ટેનીસ સ્પર્ધા સંપ્પન થઈ 

  • Sports
  • September 9, 2024
  • No Comment

નવસારી ડીસ્ટ્રીક ટેબલ ટેનીસ અસોસીએશન દ્વારા નવસારી જિલ્લા ટેબલ ટેનીસ સ્પર્ધા અને ગાંધીધામ કચ્છ ખાતે યોજાનાર રાજ્યકક્ષા ની સ્પર્ધા માટે નવસારી જીલ્લા ની ટીમ પસંદગી પંડીત દીનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, નવસારી ખાતે યોજાય હતી જેના ઉદ્ઘાટન પ્રસંગે નેશનલ કમીશન ઓફ માયનોરીટી, ભારત સરકાર ના ઉપાધ્યક્ષ તેમજ ટેબલ ટેનીસ અસોસીએશન ના પ્રમુખ કેરસી દેબુ, ઉપ પ્રમુખ દીપકભાઈ બારોટ, મંત્રી કેરમાન પટેલ, આયોજક મંત્રી ડો. મયુર પટેલ, અમિતભાઇ પટેલ (ગણદેવી) ધર્મેષભાઈ દેસાઈ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધામાં 64 ઇવેન્ટ માં 53 ખેલાડી ભાઈઓ બેહનોએ ભાગ લીધો હતો. સ્પર્ધાને સફળ બનવવા ટૂર્નામેન્ટ ડાયરેક્ટર સાગર ત્રિવેદી અને ગણદેવી, બીલીમોરા ના સિનયર ખેલાડીઓ એ જેહમત ઉઠાવી હતી. સ્પર્ધ ના અંતે ખેલાડીઓને કેરમન પટેલ, ડૉ મયુર પટેલ, સાગર ત્રીવેદી, અમિતભાઇ પટેલ દ્વારા ટ્રોફી અને પ્રમાણ પત્ર થી નવાજવામાં આવ્યા હતા અને રાજ્યકક્ષા જનાર નવસારી જીલ્લાની ટીમ જાહેર કરી મેહમાનોએ તમામ ને અભિનંદન પાઠવ્યા હતા.

સ્પર્ધા નું પરીણામ : અં-૧૧ બહેનો સીંગલ્સ – ચેમ્પિયન આયુષ મિશ્રા, રનર્સઅપ હેરિત પ્રજાપતિ,અં-૧૩ ભાઈઓ સીંગલ્સ – ચેમ્પિયન પ્રિતમ પટેલ, રનર્સઅપ સુજલ પટેલ,અં-૧૩ બેહનો સીંગલ્સ – ચેમ્પિયન કાવ્યા આંજણા, રનર્સઅપ ક્રિશા સરડવા,અં-૧૫ ભાઈઓ સીંગલ્સ – ચેમ્પિયન સમર્થ ઢીમ્મર, રનર્સઅપ દર્શિલ કુકણા,અં-૧૯ ભાઈઓ સીંગલ્સ ચેમ્પિયન પ્રીત પટેલ, રનર્સઅપ ભવ્ય દેસાઈ,અં-૧૯ બહેનો સીંગલ્સ ચેમ્પિયન આસ્થા મિસ્ત્રી, રનર્સઅપ સિધ્ધી બલસારા,મેન્સ સીંગલ્સ ચેમ્પિયન ભુમીન ભંડારી, રનર્સઅપ ધર્મેશ બલસારા,વિમેન્સ સીંગલ્સ  ચેમ્પિયન સીધ્ધી બલસારા, રનર્સઅપ આસ્થા મિસ્ત્રી,મોસ્ટ પ્રોમીસીન્ગ પ્લેયર્સ લકી મિશ્રા અને અવની પટેલ.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *