નારણ લાલા કોલેજમાં ઇન્ડસ્ટ્રીઝ અકેડેમિયા મીટ આયામ-૨૦૨૪નું આયોજન કરાયું
- Local News
- September 9, 2024
- No Comment
નવી શિક્ષણ પધ્ધતિને અનુલક્ષીને નારણ લાલા કોલેજ, નવસારી ખાતે એક દિવસીય ઇન્ડસ્ટ્રીઝ- અકેડેમિયા મીટનું ‘આયામ-૨૦૨૪’ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટનો મુખ્ય હેતુ ઇન્ડસ્ટ્રીઝ અને અકેડેમિયા વચ્ચે સેતુ બનાવવાનો હતો. જેથી ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત અનુસાર વિધાર્થીઓને તાલીમ આપી શકાય.
આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. કેમ્પસ ડાયરેક્ટર ડો. વી. ડી નાયકે પ્રાસંગિક ઉદબોધન કર્યું. આચાર્ય ડો. સુનિલ નાયકે આ કાર્યક્રમ વિશે સૌને માહિતગાર કરી મેહમાનોનું સ્વાગત કર્યું હતું. માઈક્રોબાયોલોજી ડીપાર્ટમેન્ટના હેડ ડો. નફીસા પટેલે કોલેજની વિવિધ શેક્ષણિક સંશોધન પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન મહેશભાઈ કંસારા તથા વિવિધ ઇન્ડસ્ટ્રીઝના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી Beacon Group માંથી ડો. દિનેશ જોશી, ડો. એ. કે. વશિષ્ઠ, ડો. મનિષ પટેલ (Jay Research Foundation) વાપી, ડો. અમિત મેહતા ‘માં’ ફાઉન્ડેશન વાપી, ડો. મયુર કાપડીયા જી.એન.એફ.સી. ભરૂચ, ડો. શ્યામલ ડે – અતુલ લિમિટેડ, અતુલ, એન્ટોની અકારા-વસુધારા ડેરી ચીખલી, આદિત્ય ભારદ્વાજ – આર.કે હેલ્થકેર, ઉધના, ડો. કૃણાલ દેસાઈ – મંગલમ ડ્રગ્સ એન્ડ ઓર્ગનિક વાપી, આલોક વૈદ, SLS Research બીલીમોરા, રશ્મીન લાડ, મેથીક્સ ક્લિનીકલ સોલ્યુશન્સ અમદાવાદ, ચિંતન દેસાઈ, ફ્યુજન બાયોમેડ નવસારી, યોગેશ પાટીલ, સીરમ ઇન્સ્ટીટયુટ પુના જેવા ૧૩ મહાનુભાવોએ પોતાના અનુભવોનું ભાથું વિધાર્થીઓ તથા અધ્યાપકોને આપ્યું હતું. તથા વિદ્યાર્થીઓએ ઉજ્જવળ કાર્ય કોશલ્ય માટે પડકારોનો સામનો કરી સ્પર્ધાત્મક યુગમાં પોતાની જાતને કેવી રીતે સજ્જ કરવી એ અંગે રસપ્રદ ચર્ચાઓ થઇ હતી. આચાર્ય ડો. સુનિલ નાયકે આભાર વિધિ કરી હતી. સમ્રગ કાર્યક્રમનું સંચાલન ડો. સંકેત રાય અને જુહી બારોટે કર્યું હતું.
આ કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાનાં ચેરમેન એન્ડ મેનેજીંગ ટ્રસ્ટી મહેશભાઈ કંસારા, કેમ્પસ ડાયરેક્ટર ડો. વી. ડી. નાયક, કો-ઓર્ડીનેટર શ્રીમતી ખ્યાતી કંસારા તથા સંસ્થાનાં આચાર્ય ડો. સુનિલ નાયકે સાયન્સ કોલેજનાં સ્ટાફનાં બધા સદસ્યોને અભિનંદન આપી બિરદવ્યા હતા.