
કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા દક્ષિણ ગુજરાતની મુલાકાતે, સદસ્યતા અભિયાનને લઈ નવસારી કમલમ્ ખાતે હોદ્દેદારો સાથે મુલાકાત કરી અને બેઠક યોજી
- Local News
- September 21, 2024
- No Comment
ભાજપનું સદસ્યતા અભિયાન પૂરજોશમાં ચલાવી રહ્યું છે. વિશ્વના સૌથી મોટા પક્ષ બનેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોતાના સભ્યો વધારવા માટે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે.
ગુજરાત રાજયભરમાં સાથ આયે દેશ બચાયે ના સ્લોગન સાથે ભાજપે ગુજરાતમાં નવા સભ્યો બનાવવાની શરૂઆત કરી છે.ટેક્નોલોજીના સમયમાં અને ખાસ કરીને 2015માં જ્યારથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કર્યું હતું.દર ત્રણ વર્ષે ભાજપ દ્વારા એક વખત સદસ્યતા નોંધણી અભિયાન રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવે છે તેમજ દર છ વર્ષે કાર્યરતા પક્ષમાં જોડાયેલા તમામ સદસ્યો ફરી એક વખત રીન્યુ કરી પક્ષમાં જોડાઈને ભાજપની સદસ્યતા પ્રાપ્ત કરે છે.
ગુજરાત રાજ્યમાં નવસારી જિલ્લા એટલા માટે મહત્વપૂર્ણ છે. રાજ્યમાં સૌથી વધુ લીડ સાથે આ સીટ જીતનાર એવા જળ શકિત મંત્રાલય મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નો નવસારી સંસદીય મતક્ષેત્ર વિસ્તાર ત્યારે વધુમાં વધુ નવા સદસ્યો નોંધાઈ તેને લઈ નવસારી જિલ્લા જિલ્લામાં સંગઠન સહિત તમામ હોદેદારો અને કાર્યરતાઓ દ્વારા ભાજપના નવા સદસ્યો બનાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે
https://www.facebook.com/share/v/4wPZx1o8H13NRa94/?mibextid=oFDknk
આજરોજ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે જેમાં હાલ ચાલી રહેલ સદસ્યતા અભિયાન નું નિરીક્ષણ કરવા માટે નવસારી વલસાડ અને સુરત જિલ્લાઓમાં મુલાકાત લઈ રહ્યા છે જેમાં નવસારી જિલ્લાના સંગઠન અને ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો સાથે નવસારી કમલમ્ ખાતે મુલાકાત યોજી હતી
નવસારી જિલ્લામાં સદસ્યતા અભિયાનને લઈને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સદસ્યતા અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં સૌથી વધુમાં વધુ સદસ્યો નોંધાય તેના માટે સંગઠન સાથે બેઠક યોજી જરૂરી સૂચન પણ કર્યા હતા.દર ત્રણ વર્ષે સદસ્યતા અભિયાન પર આવે છે જે અંતર્ગત સૌથી વધુ સભ્યો નોંધાય તેના માટે સંગઠનના હોદ્દેદારો સાથેવિવિધ હોદ્દાઓ ચૂંટાયેલા હોદેદારો ચર્ચા વિચારણા અને કાર્યક્રમની રૂપરેખા જાણી હતી