૨૧ સપ્ટેમ્બર: ‘વર્લ્ડ કોસ્ટલ ક્લીન અપ ડેʼ નિમિત્તે ઐતિહાસિક દાંડી અને ભાટ દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધરાયું

૨૧ સપ્ટેમ્બર: ‘વર્લ્ડ કોસ્ટલ ક્લીન અપ ડેʼ નિમિત્તે ઐતિહાસિક દાંડી અને ભાટ દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધરાયું

આજે ૨૧ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય દરિયા કાંઠા સફાઈ દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના 52 કિમીના દરિયા કિનારાને સ્વચ્છ બનાવવા ના ઉદ્દેશ્ય સાથે આજે દાંડી તથા ગણદેવી ના ભાટ ગામ ખાતે વિવિધ સંસ્થાઓ સ્વયંસેવકો,એન.એસ.એસ વિધાર્થીઓ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી તથા જીપીસીબી તેમજ વહીવટીતંત્ર દ્વારા દરિયા કિનારાની સફાઈ અભિયાન આરંભી હતી.

એન.જી.ઓ તેમજ એન.એસ.એસ વિધાર્થીઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ દરિયા કિનારાઓને સ્વચ્છ કરવાનું અભિયાન છેડયુ હતું. આંતરરાષ્ટ્રીય દરિયા કાંઠા સફાઈ દિવસના અવસરે નવસારી જિલ્લાના 52 કિમીના દરિયા કાંઠાને સ્વચ્છ કરવા જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલ અને અન્ય મહાનુભાવોની ખાસ ઉપસ્થિતતિમાં નવસારીની એન.એસ.એસ વિધાર્થીઓ, સમાજસેવી સંસ્થાઓ અને પર્યાવરણપ્રેમીઓએ દરિયા કિનારાનું સફાઈ અભિયાન છેડી કિનારાને ચોખ્ખો ચણાક કર્યો હતો. સફાઈ દરમિયાન દરિયાઈ સાપ પણ જોવા મળ્યા હતા. જેમને વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટ નવસારી સંસ્થાના સ્વયં સેવકે એ શિફત પૂર્વક પકડી દરિયામાં છોડ્યા હતા.

https://www.facebook.com/share/v/xPjUuLdkRdiNySbY/?mibextid=oFDknk

ત્યારે પ્લાસ્ટિક સાથે અન્ય કચરો દરિયા કિનારે કે નદીમાં ન ફેંકવાની અપીલ પર્યાવરણ પ્રેમીઓએ કરી હતી. કારણ પ્લાસ્ટિક ખાઈને જળચર પ્રાણીઓ મોતને ભેટે છે જ્યારે દરિયાઈ પક્ષીઓના પગમાં ભેરવાઈ જવાને કારણે તેઓ ઉડી નથી શકતા અને પક્ષીઓ પણ પાણીમાં પડતા તેમનું પણ મૃત્યુ થાય છે.જેથી બને એટલુ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરી હતી.

દરિયાને પ્રદુષણ મુક્ત રાખવા અપીલ દરિયા કાંઠાની સફાઈમાં જોડાયેલા તમામ સ્વયંસેવકોએ ઉત્સાહ સાથે દાંડી અને ભાટ કિનારાને સ્વચ્છ કર્યા હતા. સાથે જ સ્વયંસેવકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા સાથે પોતે સ્વચ્છતા આગ્રહી બને અને શહેર સાથે નદીઓમાં પણ પ્લાસ્ટિક સહિતનો કચરો ન ઠાલવી નદી અને દરિયાને પ્રદુષણ મુક્ત રાખવા અપીલ કરી હતી.

નવસારી જિલ્લાનો દરિયા કિનારો દરિયાકિનારે ઠલવાતા કચરા ઉપરાંત નદી વાટે આવતા કચરાના કારણે ગંદો થઈ રહ્યો છે. નવસારી જિલ્લાને અંદાજે 52 કિલોમીટર લંબાઈનો દરિયાકિનારો મળ્યો છે.કોઈ પણ જિલ્લા માટે આ એક રીતે સારી વાત છે તો આ કિનારાનું પર્યાવરણીય રીતે સંવર્ધન થાય, ચોખ્ખો રખાય તે પણ જરૂરી છે. જોકે અહીંનો દરિયાકિનારો કેટલાક કારણસર એનવાયર ફ્રેન્ડલી અને શુદ્ધ રહી શક્યો નથી.

દાંડી, ભાટ સહિતના દરિયાકિનારે ગંદકી, પ્લાસ્ટિક જોવા મળે છે. મળતી માહિતી મુજબ જિલ્લાના દરિયાકિનારો જે ગંદો થઈ રહ્યો છે તેમાં એક કારણ બીચ ઉપર આવતા પ્રવાસીઓની બેદરકારી, જ્યાંને ત્યાં કચરો નાંખવાની વૃત્તિ, પ્લાસ્ટિક નાખવું વગેરે તો છે જ સાથે શહેરો, ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો દ્વારા બહાર નંખાતો કચરો તેમજ પ્લાસ્ટિક વેસ્ટ નદી, નાળા વાટે દરિયામાં જાય છે, જે પણ સમુદ્રને ગંદો કરે છે.

૨૧મી સપ્ટેમ્બર કોસ્ટલ સફાઇ દિવસ છે. ત્યારે નવસારી દાંડી ખાતેથી દરિયા કિનારાની સફાઈ અભિયાન અંતર્ગત ૧૫૦ કિલોથી એટલે કે ૧.૫ ટન વધુ પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી, એનિમલ સેવિંગ ગ્રુપ, રોબીન હુડ આર્મી સહિત એ.જી.ઓ, એન.એસ.એસ વિધાર્થીઓ, સામાજિક વનીકરણ વિભાગ ડી.સી.એફ ભાવાનાબેન દેસાઈ, ઈ.ચા એ.સી.એફ અને આર.એફ.ઓ પી.બી પાટીલ,સુપા તથા વાંસદા રેન્જ આર.એફ.ઓ હિનાબેન પટેલ, ચંદ્રિકાબેન પટેલ તેમજ સુપા,ગણદેવી,ચીખલી તથા વાંસદા રેન્જ સ્ટાફ સ્થાનિક ગ્રામજનો સહિત અન્ય લોકો જોડાઈ દરિયા કિનારાની સફાઈ કરી ચોખ્ખો ચણાક કર્યો હતો. એક પેડ મા કે નામ અંતર્ગત લોકોને વનવિભાગ દ્વારા વૃક્ષોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જેથી સ્વચ્છતા સાથે પર્યાવરણ જતન અને સંવર્ધન પણ કરી શકાય

દર વર્ષે સપ્ટેમ્બર નો ત્રીજો શનિવાર ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડે તરીકે ઉજવવામાં આવે છે આ નિમિત્તે નવસારી જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા ગણદેવી તાલુકાના ભાટ ગામે (અમલસાડ) દરિયા કિનારા પર પ્લાસ્ટિકના સફાઈ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વિવિધ એન.જી.ઓ તેમજ સમાજના  200 વધુ  લોકો હાજર રહ્યા હતા. ભાટ દરિયા કિનારે 200 કિલોથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ એકત્રીત કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત સફાઈ અભિયાન કાર્યક્રમમાં જાયન્ટ ગ્રુપ બીલીમોરા, લાયન્સ ગ્રુપ બીલીમોરા,રોબિન હુડ આર્મી ,ધ્વનિ વૃંદ બીલીમોરા ,વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન બીલીમોરા, ભાટ પ્રાથમિક શાળા ,પી વી લખાણી હાઇસ્કુલ લુસવાડા,પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ,સીમા જાગરણ મંચ,સહકાર ભરતી,માછી સમાજ સહિત આ અભિયાન માં ભાટ ગામના લોકો તથા ગ્રામ પંચાયત ભાટ હોદ્દેદારો અને વિવિધ સંસ્થાઓ તથા શાળાઓએ ભાગ લીધો હતો.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *