નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા જાણીતા ઉદ્યોગ ગૃહ એનઆઈએફ કંપનીને સર્વ શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ વિભૂષિત થયો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા જાણીતા ઉદ્યોગ ગૃહ એનઆઈએફ કંપનીને સર્વ શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ વિભૂષિત થયો

1945માં પાપા પગલી સાથે સ્થપાયેલી અને ઊંડી સુજબુજ વાળા વડીલોન કારણે કૌટુંબિક એકતા પારદર્શક વહીવટ અને કારીગરોનું શોષણ નહીં આ ત્રિવેણી મુદ્રા લેખ પર રચાયેલી એનઆઇએફ કંપનીએ સમગ્ર નવસારી નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં પોતાની ઉચ્ચ ગુણવત્તાવાળી ઔદ્યોગિક ઉત્પાદનો કરીને વિશ્વભરની વિશ્વસનીય કંપનીમાં સ્થાન મેળવ્યું છે હાલ આ કંપનીના બે યુનિટમાં નવસારીના 750 થી વધુ કામદાર અધિકારીઓને માગણી કર્યા વિના સંપૂર્ણ પગાર ધોરણ અને તમામ વ્યવસ્થા આપવામાં આવે છે

આજે આ કંપનીનું વિવિધલક્ષી ઉત્પાદનમાં દુનિયાભરમાં નામ હોવા સાથે અંદાજે અઢીસો કરોડનું પારદર્શક ટર્ન ઓવર થાય છે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આ કંપનીની બંધુ ત્રિપુટી એવા વિજયભાઈ રતિલાલ કંસારા પ્રદીપભાઈ રતિલાલ કંસારા અને શૈલેષભાઈ રતિલાલ કંસારા અને તેમની થનગનતી યુવાન સંતાનોની ની નવી પેઢી સોનામાં સુગંધ ભેળવી ચૂકી છે આવડો મોટો કારોબાર હોવા છતાં પરિવારનો સંપ સાથે બેસીને નિર્ણય લેવાની એકરૂપતા અને દુનિયાને શ્રેષ્ઠ જ આપીએ આવા શુભ ઈરાદાતી કામ કરતી આવી કંપની નવસારીનું ગૌરવ છે

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આ કંપનીને એવોર્ડ થી વિભૂષિત કરવાનો અવસર જાણીતા હીરા ઉદ્યોગ અગ્રણી અને 12000 થી 15 હજાર કરોડનું ટર્નઓવર કરતા પદ્મશ્રી ડોક્ટર સવજીભાઈ ધોરાજીયા ની વિશેષ ઉપસ્થિતિમાં એનઆઈએફ કંપનીને બિરદાવાનો કાર્યક્રમ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે યોજાયો હતો. આરંભે રવિન મહાદેવ દેસાઈ રોહન સુલે તથા પ્રમુખ શ્રુતિબેન શાહ હાર્દિક નાયક લલીતભાઈ પંડ્યા તથા પ્રશાંત પારેખે પ્રાસંગિક પરિચય સ્વાગત અને સ્મૃતિચિન્હ અર્પણ વિધિ કરી હતી.

https://www.facebook.com/share/v/zEuXXBA5k4GyB131/?mibextid=oFDknk

એનઆઈએફ કંપનીના સૂત્રધાર વિજય રતિલાલ કંસારા જણાવ્યું હતું કે અમારા વડીલો દ્વારા આઇપીસીએલ કંપની કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર અથવા તો ભરૂચ નો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ જ્યારે જ્યારે મુશ્કેલી પડી ત્યારે ત્યારે અમારા વડીલોએ કોઠાની સૂઝબૂઝથી ત્યાંના પ્રશ્નો ઉકેલ્યા છે સયાજીરાવ ગાયકવાડ સરકારે કુવામાંથી પાણી ખેંચવા એન્જિન વાળી મોટર મૂકવાનું કામ પણ અમારા વડીલો દ્વારા થયું છે એક ધૂન એક સારો વિચાર એક સખત પરિશ્રમ આ બધું લગાતાર થાય ત્યારે સફળતાના શિખર પર પહોંચી શકાય છે સફળતાના શિખર પર પહોંચ્યા પછી પણ બીજા શિખરો સર કરવા માટે એટલી જ પ્રમાણિકતા પારદર્શકતા અને ગુણવત્તા જરૂરી છે

અમારા ઘરના ડાઇનિંગ ટેબલ પર ઔદ્યોગિક ઉત્પાદનની કોઈ વાત થતી નથી અને અમારા ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘરના ડાઇનિંગ ટેબલની કોઈ વાત થતી નથી નવસારી પ્રદેશ માટે અમારો અત્યંત લગાવ હોવાથી જ શેકડો વિદેશના પ્રતિનિધિઓ અહીં નવસારી આવે છે અમારે મન અમારા કામદારો સૌથી મહત્વના છે એટલે અમારે મુંબઈ બેસીને ઓફિસ ચલાવી પડતી નથી નવસારી મેનેજમેન્ટ એસોસિએશન મને મારા ભાઈ પ્રદીપભાઈ તથા શૈલેષભાઈ ને અને સમગ્ર પરિવારની તમે સૌએ પીઠ થાબડી તે માટે તમારા ઋણી છે

હીરા ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતનું સૌથી મોટું નામ એવા સરોવરોના સર્જક તન મન ધન સબસે ઉપર વન એમ 23 લાખથી વધુ વૃક્ષો ઉગાડનાર 150 થી વધુ સરોવર બનાવનાર 35 કિલોમીટરની નદીને જીવંત કરનાર ડોક્ટર પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા હું શ્રેષ્ઠ કરી શકું છું ભગવાન મારી સાથે જ છે મારા સારા વિચારના અમલમાં કોઈપણ ચીજ આડે આવી શકશે નહીં. મારી 62 વર્ષની ઉંમર છે 100 વર્ષ જીવવું છે પણ સો વર્ષમાં 400 વર્ષ જેટલું કામ કરવું છે આ મારો સંકલ્પ છે તેમણે નવસારીના એનઆઈએફ પરિવારને ખુબ ખુબ વધામણા પાઠવ્યા હતા. નવસારીની સદગત ખુશાલ દાદા ની કંપની એચએલ એન્જિનિયરિંગ ને ઉત્તમ કક્ષાએ લઈ જવા માટે હિમાંશુ રૂપે બોબી પટેલને અભિનંદન પાઠવ્યા હતા સર્વ હાર્દિક નાયક લલીતભાઈ પંડ્યા વિગેરે પ્રાસંગિક ભૂમિકા ભજવી હતી

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *